જમ્મુ કાશ્મીર/ પાકિસ્તાની ડ્રોને ફરીથી કાશ્મીરમાં શસ્ત્રો ફેંક્યા, પ્રથમ વખત લિક્વિડ કેમિકલ

પાકિસ્તાની ડ્રોને બુધવારે આ ક્ષેત્રમાં ગ્રેનેડ, આઈઈડી, પિસ્તોલ અને દારૂગોળો છોડ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રથમ વખત લિક્વિડ કેમિકલનું કન્સાઈનમેન્ટ પણ પડ્યું હતું. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.

Top Stories India
drone

જમ્મુ અને કાશ્મીરમાં શાંતિને ખલેલ પહોંચાડવાના હેતુથી, પાકિસ્તાની ડ્રોને બુધવારે આ ક્ષેત્રમાં ગ્રેનેડ, આઈઈડી, પિસ્તોલ અને દારૂગોળો છોડ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રથમ વખત લિક્વિડ કેમિકલનું કન્સાઈનમેન્ટ પણ પડ્યું હતું. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.

આ પણ વાંચો:યુક્રેનને પાડી દેવાની ફિરાકમાં ?… રશિયાની રાજધાની મૉસ્કોમાં શક્તિશાળી મિસાઈલના કથિત દ્રશ્યો આવ્યા સામે…

જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું, “બુધવારે એક પાકિસ્તાની ડ્રોને જમ્મુ અને કાશ્મીરમાં ગ્રેનેડ, આઈઈડી, પિસ્તોલ, દારૂગોળો છોડ્યો. સાથે જ પ્રથમ વખત પ્રવાહી સ્વરૂપમાં રસાયણોનો માલ મોકલ્યો.”

DGPએ કહ્યું હતું કે,”તેઓ (પાકિસ્તાન) અહીં લાંબા સમયથી ચાલી રહેલી શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે. અમે વિશ્લેષણ કરી રહ્યા છીએ કે તે શું છે, તેનો ઉપયોગ શું છે અને તેનાથી શું નુકસાન થઈ શકે છે,”

આ સિવાય તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે , કાશ્મીરમાં માદક દ્રવ્યો અને હથિયારો મોકલવામાં આવે છે જેથી નાર્કોટિક્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે કરી શકાય.

તેમણે કહ્યું, “છેલ્લા બે વર્ષમાં અમે એક નવા પડકારનો સામનો કરી રહ્યા છીએ. કાશ્મીરમાં ડ્રગ્સ અને હથિયારો મોકલવામાં આવી રહ્યા છે જેથી નાર્કોટિક્સના વેચાણમાંથી મળનારી રકમનો ઉપયોગ આતંકવાદને મદદ કરવા માટે થઈ શકે. પાકિસ્તાનનું ષડયંત્ર ચાલુ રહેશે, પરંતુ અમે વિરોધી પગલાં પણ છે.”

આ પણ વાંચો:લોહીની નદીઓ વહાવનાર તાલિબાને પુતિનને કરી ‘શાંતિ’ની અપીલ, આપી આ ખાસ ‘સલાહ’, કહ્યું- યુક્રેન પર… 

આ પણ વાંચો:યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયાનો વીડિયો વાયરલ, સરકાર પાસે કરી મદદની આજીજી…