Murder/ પાંડવ નગર હત્યાનો ભેદ આ રીતે ઉકેલાયો,મૃતદેહના 10 ટુકડા કરીને ફ્રીજમાં રાખ્યા અને પછી…

દેશમાં બહુચર્ચિત કેસ  શ્રદ્ધા  હત્યા કેસની જેમ પૂર્વ દિલ્હીના પાંડવ નગરમાં એક મહિલાએ તેના પુત્ર સાથે મળીને તેના પતિની કથિત રીતે હત્યા કરી અને તેના શરીરના 10 ટુકડા કરી નાખ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

Top Stories India
પાંડવ નગર

દેશમાં બહુચર્ચિત કેસ  શ્રદ્ધા  હત્યા કેસની જેમ પૂર્વ દિલ્હીના પાંડવ નગર માં એક મહિલાએ તેના પુત્ર સાથે મળીને તેના પતિની કથિત રીતે હત્યા કરી અને તેના શરીરના 10 ટુકડા કરી નાખ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યા અનુસાર આ કેસમાં આરોપી મહિલા અને તેના પુત્રની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે અંજન દાસ (45)ની તેની પત્ની પૂનમ (48) અને કલ્યાણપુરીના સાવકા પુત્ર દીપક (25)એ 30 મેના રોજ પિતાની હત્યા કરી હતી, શરીરના 10 ટુકડા કરીને તેને રેફ્રિજરેટરમાં રાખ્યા હતા.આ કેસને પોલીસે ઉકેલી નાંખ્યો છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સોમવારે આ બાબતનો ખુલાસો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે પાંડવ નગરના રામલીલા મેદાનમાંથી મળેલા મૃતદેહના ટુકડા અંજન દાસના છે. તે બિહારનો રહેવાસી હતો. તેની પત્ની પૂનમ અને પુત્ર દીપકે આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અંજનની દીપકની પત્ની અને બહેન પર ખરાબ નજર હતી. આવી સ્થિતિમાં દીપક અને પૂનમે અંજનની હત્યાનું કાવતરું ઘડ્યું. પહેલા અંજનને દવા આપવામાં આવી. આ પછી તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ મૃત શરીરના 10 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા  શ્રાદ્ધ કેસની જેમ પૂનમ અને દીપક દરરોજ રાત્રે અંજનના મૃતદેહના ટુકડા ફેંકવા જતા હતા

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રામલીલા મેદાનમાંથી મળેલા મૃતદેહના ટુકડાઓથી મૃતદેહની ઓળખ થઈ શકી નથી. આવી સ્થિતિમાં પોલીસને આ મામલો ઉકેલવામાં ભારે મુશ્કેલી પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પોલીસને પાંડવ નગરના રામલીલા મેદાનમાં જૂનમાં શરીરના અંગો મળ્યા હતા. આ પછી પોલીસને પહેલા રામલીલા મેદાનની સામે સ્થિત બ્લોક-20ના રહેવાસીઓ પર શંકા ગઈ. અહીં પોલીસે ઘરે ઘરે જઈને લોકોના રેફ્રિજરેટરની પણ તલાશી લીધી હતી.આ વિસ્તારના 500થી વધુ ફ્રીજ તપાસ્યા હતા પોલીસે.આ કેસમાં પોલીસે બાતમીદારોને કામે લગાવ્યા હતા અને કેસ સુધી પહોચવા ભારે જહેમત ઉઠાવી હતી.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેસને ઉકેલવા માટે  સેંકડો સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. પોલીસ સીસીટીવી પરથી મૃતક અંજન દાસની ઓળખ કરી શકી હતી. જો કે તેની પુષ્ટિ થઈ શકી નથી. જ્યારે પોલીસે અંજન વિશે પૂછપરછ કરી તો ખબર પડી કે તે 5-6 મહિનાથી ગુમ છે અને તેની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ નથી. આવી સ્થિતિમાં પોલીસે અંજનની પત્ની અને પુત્રનો સંપર્ક કર્યો. શરૂઆતમાં બંનેએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

હત્યા શા માટે કરી?

પોલીસના જણાવ્યા પ્રમાણે પૂનમે અંજન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. તેમના બીજા લગ્નથી તેમને ત્રણ બાળકો હતા. , અંજને પૂનમ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્ની અને પરિવાર બિહારમાં રહે છે. અંજનને તેના પહેલા લગ્નથી 8 બાળકો હતા. પૂનમને અંજનના લગ્ન અને પરિવાર વિશે ખબર નહોતી. અંજને રોજીરોટી માટે કોઈ કામ પણ નહોતું કર્યું એટલે તે પૂનમ પર સંપૂર્ણ નિર્ભર હતી. આટલું જ નહીં, થોડા દિવસ પહેલા તેણે પૂનમના દાગીના વેચીને બિહારમાં તેના પરિવારને પૈસા મોકલ્યા હતા. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. આ પછી પૂનમના પુત્ર દીપકના લગ્ન થયા. પૂનમ અને દીપકને શંકા હતી કે અંજન તેની પત્ની અને પુત્રી પર ગંદી નજર રાખે છે. આવી સ્થિતિમાં બંનેએ અંજનની હત્યા કરી નાખી. જીવંત ટીવી

Forbes/Forbesએ જાહેર કરી ભારતના 100 અમીર લોકોની યાદી,ટોપ ટેનમાં આ બિઝનેસમેન સામેલ