Covid-19/ રાજ્યની જનતા હવે કોરોનાને કહેવા લાગી છે બાય-બાય, છેલ્લા 24 કલાકનાં આંકડા…

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ ભારતમાં આ વાયરસનો અંત આવી રહ્યો હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે.

Gujarat Others
PICTURE 4 69 રાજ્યની જનતા હવે કોરોનાને કહેવા લાગી છે બાય-બાય, છેલ્લા 24 કલાકનાં આંકડા...
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 252
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,63,200
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 401
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,56,315
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2491

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ ભારતમાં આ વાયરસનો અંત આવી રહ્યો હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. વળી ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાવાયરસનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસની સંખ્યા 252 સામે આવી છે. ત્યારે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,63,200 પર પહોંચી ગયો છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનું મોત થયુ છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 401 નોંધાઇ છે. રાજ્યમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,56,315 પર પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,491 પર પહોંચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાવાયરસ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાનાં કેસનો આંકડો 1,000 ની નીચે આવી રહ્યો છે. અહી સારી વાત એ છે કે રાજ્યની જનતાએ આ વાયરસને હરાવવામાં સરકારનાં નિતી નિયમોનું પૂરુ ધ્યાન રાખ્યુ છે. જણાવી દઇએ કે, દિવાળી બાદ કહેવાતુ હતુ કે, કોરોનાનાં કેસનો રાફડો ફાંટશે, જો કે થોડા સમય સુધી કોરોનાનાં કેસમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ આજની તારીખમાં આ વાયરસ પર રાજ્યની જનતાએ પૂરી રીતે કાબુ મેળવી લીધો હોય તેવા આંકડા રોજ સામે આવી રહ્યા છે.

રાજ્યમાં જે શહેરમાં કોરોનાનાં સૌથી વધુ કેસ હતા તે શહેરની જનતાએ પણ કોરોનાને કાબુમાં લેવામાં સરકારનો પૂરે સાથ આપ્યો છે. થોડા સમય પહેલા કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે એક દિવસમાં 1207 કેન્દ્રો પર 51,362 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 5,41,554 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો