Rahul Gandhi/ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારાની ધરપકડ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાં ચાલી રહી છે. થોડા સમય પહેલા એક વ્યક્તિએ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનાના પગલે ચોંકી ઉઠેલી પોલીસે આ ધમકીને ગંભીરતાથી લઈને તરત જ તપાસ આદરી હતી. આ તપાસના ફલસ્વરુપ આ ધમકી આપનારાને પોલીસે શોધી કાઢ્યો છે

Top Stories India
Rahul gandhi 1 રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારાની ધરપકડ

રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat jodo yatra) મધ્યપ્રદેશમાં (Madhyapradesh) ચાલી રહી છે. થોડા સમય પહેલા એક વ્યક્તિએ રાહુલ ગાંધીને બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી (Threaten) આપી હતી. આ ઘટનાના પગલે ચોંકી ઉઠેલી પોલીસે આ ધમકીને ગંભીરતાથી લઈને તરત જ તપાસ આદરી હતી. આ તપાસના ફલસ્વરુપ આ ધમકી આપનારાને પોલીસે શોધી કાઢ્યો છે અને ઉજ્જૈન પોલીસે તેની ધરપકડ કરી છે.

ઇન્દોરની પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તેને કસ્ટડીમાં લઈ આવી છે. આરોપીનું નામ દયાસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ છે. ઇન્દોર પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ફક્ત રાહુલ ગાંધીને જ આ પ્રકારની ધમકી આપી છે તેવું નથી. આરોપી પહેલા પણ ઘણા લોકોને પત્રો અને ફોન કોલ દ્વારા ધમકી આપી ચૂક્યો છે.

હાલ પોલીસ રાહુલ ગાંધીને ધમકી આપવાના આરોપીની પૂછપરછ કરી રહી છે. આરોપી ઉત્તરપ્રદેશના રાયબરેલીનો રહેવાસી છે. 18 નવેમ્બરે ઇન્દોરમાં આવેલી ગુજરાત સ્વીટ્સની દુકાન પર ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. તેમા રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેની જોડે ભાજપના રતલામના વિધાનસભ્યના નામની સાથે ત્રણ મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યા હતા. ઇન્દોર પોલીસ સતત આરોપીની શોધમાં લાગેલી હતી.

ગુરુવારે બપોરે નાગદા પોલીસને માહિતી મળી હતી કે આ વ્યક્તિ નાગદાની બાયપાસ હોટેલમાં ભોજન કરી રહ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આરોપીને પકડીને ઇન્દોર પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીને શોધવા માટે સીસીટીવી કેમેરાના ડેટાની તપાસ કરી હતી. અડધો ડઝન શહેરોમાં હોટેલ, લોજ અને રેલવે સ્ટેશન પર દરોડા પાડ્યા હતા. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે ઘર છોડીને ગયો હતો.

ઘણા વર્ષોથી બહાર રહેતો હતો. તાજેતરમાં જ ઇન્દોરની ખાલસા કોલેજ આયોજિત કાર્યક્રમમાં આરોપીએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે પણ ભાગ લીધો હતો. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે યુપીના રાયબરેલીનો રહેવાસી છે. તેના કુટુંબના મોટાભાગના સભ્યો મૃત્યુ પામી ચૂક્યા છે. તે અશોકનગર, બારા, રાજસ્થાન અને કોટા વગેરે વિસ્તારોમાં ફરતો રહે છે. પોલીસનું માનવું છે કે આરોપીની માનસિક સ્થિતિ ખરાબ છે.

આ પણ વાંચો

India-New Zealand ODI Series/ પ્રથમ વન-ડેમાં ભારતે ન્યૂઝી.ને આપ્યો 307 રનનો લક્ષ્યાંકઃ ટોપ થ્રી ઝળક્યા

અવસાન/ ‘રજનીગંધા’ ફિલ્મના નિર્માતા સુરેશ જિંદાલનું 80 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન