Zomato - Swiggy/ ઝોમેટો-સ્વિગી પર યુઝર્સની ફરિયાદોનો ઢગલો, 30 મિનિટ સુધી થઇ ગયું હતું બંધ

ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ ડિલિવરી કરનાર બે મુખ્ય એપ ઝોમેટો અને સ્વિગી બુધવારના રોજ સમગ્ર દેશમાં લગભગ અડધો કલાક માટે ટેક્નિકલ કારણોસર બંધ રહી હતી, જેના કારણે ઘણાને અસુવિધા થઈ હતી.

Top Stories India
Zomato અને Swiggy

ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ ડિલિવરી કરનાર બે મુખ્ય એપ ઝોમેટો અને સ્વિગી બુધવારના રોજ સમગ્ર દેશમાં લગભગ અડધો કલાક માટે ટેક્નિકલ કારણોસર બંધ રહી હતી, જેના કારણે ઘણાને અસુવિધા થઈ હતી.એવું કહેવામાં આવ્યું છે કે આ ટેકનિકલ ખામીના કારણે થયું છે. આ ટેકનિકલી ખામીનું કારણ એમેઝોન વેબ સર્વિસ ક્રેશ થવાના લીધે કહેવાય છે. કારણ કે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પોતાની જાતે કામ કરે છે.

બંને એપ 30 મિનિટની અંદર ફરીથી કામ કરવા લાગી હતી પરંતુ સોશિયલ મીડિયા પર આવા યુઝર્સની ફરિયાદોનો અંબાર થઇ ગયો, જેઓ ઑનલાઇન ઓર્ડર કરી શકતા ન હોતા અથવા તો એટલે સુધી કે મેન્યૂ પણ દેખાઇ રહ્યું નહોતું.

Zomato અને Swiggy બંને કંપનીઓના કસ્ટમર સપોર્ટ હેન્ડલ્સની તરફથી યુઝર્સના મેસેજ અને ફરિયાદોનો જવાબ આપી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે ટેકનિકલ ખામીને ઝડપથી સુધારી લેવામાં આવશે.

આ પણ વાંચો:ઈમરાન ખાને લોનનો બનાવ્યો રેકોર્ડ, 75 વર્ષમાં જેટલું દેવું ન્હોતું ચડ્યું તેટલું 3 વર્ષમાં વધારી દીધું

આ પણ વાંચો: 100 કરોડના વસૂલી કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને CBIનું તેડુ