અવસાન/ 51 વર્ષની ઉંમર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર આ ખેલાડીએ લીધો અંતિમ શ્વાસ

ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ કેપ્ટન રે ઇલિંગવર્થનું નિધન થયું છે. તેઓ 89 વર્ષનાં હતા. તે ઑફ-સ્પિન ઑલરાઉન્ડર હતા અને તેમણે 1951માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે 51 વર્ષની ઉંમર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતુ.

Sports
ray illingworth

ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ કેપ્ટન રે ઇલિંગવર્થનું નિધન થયું છે. તેઓ 89 વર્ષનાં હતા. તે ઑફ-સ્પિન ઑલરાઉન્ડર હતા અને તેમણે 1951માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે 51 વર્ષની ઉંમર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતુ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતાં વધુ તેઓ ઓવરઓલ કારકિર્દી માટે જાણીતા હતા.

આ પણ વાંચો – Cricket / એશિઝમાં ઈંગ્લેન્ડની બેક ટૂ બેક હાર બાદ ગ્લેન મેકગ્રા થયો ગુસ્સે, કહ્યુ- IPL અને BBL એ દુશ્મનોને બનાવ્યા દોસ્ત

આપને જણાવી દઇએ કે, ઇલિંગવર્થે 32 વર્ષની કારકિર્દીમાં 24134 રન બનાવ્યા અને 2072 વિકેટ લીધી, જેમાં સીઝનમાં 1000 રનની ડબલ અને છ 100 વિકેટ ઝડપી હતી. તેમણે યોર્કશાયરને ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ પણ અપાવ્યું. આ આંકડાઓ જોઈને કહી શકાય કે તે એક મહાન ઓલરાઉન્ડર હતા. તેમણે 61 ટેસ્ટમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતુ, જેમાં 1836 રન બનાવ્યા અને 122 વિકેટ લીધી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાનાં 1970-71 પ્રવાસમાં પણ ટીમને જીત અપાવી હતી. નિવૃત્તિ પછી પણ તેઓ ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા અને એડમિનિસ્ટ્રેટર, કોમેન્ટેટર અને કોચની ભૂમિકામાં કામ કરતા રહ્યા. યોર્કશાયર કાઉન્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ખેલાડીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, અમે તેમના નિધનથી દુઃખી છીએ. આ સમયે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઇલિંગવર્થને કાઉંટીએ હૃદયની નજીક માનવાની વાત પણ કહી હતી.

આ પણ વાંચો – IND vs SA / ટીમ ઈન્ડિયા પાસે આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતવાની તક, જાણો શું હશે Playing Eleven

ઇલિંગવર્થ અન્નનળીનાં કેન્સર સાથેની લડાઈ લડી રહ્યા હતા. ગયા મહિને જ આ વાતનો ખુલાસો કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. તેમની પહેલા તેમની પત્નીનું પણ કેન્સરને કારણે અવસાન થયું હતું. તેમણે પોતાના કાર્યોથી ઈંગ્લેન્ડ ક્રિકેટની સેવા કરી છે. ક્રિકેટ છોડ્યા પછી પણ તેઓ તેની સાથે જોડાયેલા રહ્યા અને કામ કરવાનું ચાલુ રાખ્યું અને ઘણા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું.