Not Set/ બિહાર, ઝારખંડ સહિત આસામનાં અનેકો વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા

બુધવારે સવારે ઝારખંડ, બિહાર સહિત આસામનાં અનેકો વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં અનુસાર, આજે સવારે 8:45 વાગ્યે ગોલપરામાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા.

India
11 172 બિહાર, ઝારખંડ સહિત આસામનાં અનેકો વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા

બુધવારે સવારે ઝારખંડ, બિહાર સહિત આસામનાં અનેકો વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં અનુસાર, આજે સવારે 8:45 વાગ્યે ગોલપરામાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 નોંધાઇ છે. ઝારખંડની રાજધાની રાંચીમાં પણ કેટલાક વિસ્તારોમાં લોકોને ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

મહામારીનો મહાભરડો / ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકથી ફેલાયો ડરનો માહોલ

આપને જણાવી દઈએ કે, આ પહેલા 5 જુલાઈની રાત્રે દિલ્હી અને હરિયાણામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આ આંચકા હરિયાણાનાં ઝાજ્જરમાં અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. તેની ઉંડાઈ લગભગ 5 કિ.મી. હતી. ટ્વિટર પર ઘણા લોકોએ ભૂકંપનાં આંચકાઓ અનુભવતા અંગે ટ્વીટ કર્યું હતું. ગુડગાંવનાં એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે, મારો મજબૂત પલંગ સંપૂર્ણપણે હચમચી ગયો હતો, તે એક વાસ્તવિક ભૂકંપ હતો. સોમવારે રાત્રે દિલ્હી, ગુરૂગ્રામ સહિત એનસીઆરનાં કેટલાક વિસ્તારોમાં ભૂકંપનાં હળવા આંચકા અનુભવાયા હતા. રાત્રે 10.40 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. બાદમાં નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી હતી. એનસીએસએ જણાવ્યું હતું કે, હરિયાણાનાં ઝાજ્જરમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઝાજ્જરથી 10 કિ.મી. દૂર જમીનમાં 5 કિ.મી.ની ઉંડાઈ પર હતો.

સિક્રેટ મિશન પર દિલીપ કુમાર / જ્યારે દિલીપ કુમારને સરકારે સિક્રેટ મિશન પર મોકલ્યા હતા પાકિસ્તાન, જાણો શું હતી અભિનેતાની મહત્વની ભૂમિકા

સોમવારે જ મણિપુરનાં થોઉબલમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનાં પ્રભાવ અને જોખમોને ધ્યાનમાં રાખીને, સમગ્ર દેશ વિવિધ સેસ્મિક ઝોનમાં વહેંચાયો છે. રાજધાની દિલ્હીનાં સેસ્મિક ઝોન 4 માં સ્થિત છે. ભૂકંપનાં આંચકા અહીં સમયે સમયે આવતા રહે છે. સોમવારે જ મ્યાનમારમાં 3.5 ની તીવ્રતાનાં આંચકા અનુભવાયા હતા, ભૂતાનમાં 2.9 અને ચીનમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રવિવારે સવારે ગુજરાતનાં કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર દુધઈથી ઉત્તર-પૂર્વ દિશામાં 19 કિ.મી. દૂર હતુ. ગત અઠવાડિયે લદ્દાખનાં લેહમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તાજિકિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનાં આંચકા દિલ્હી-એનસીઆર, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા હતા.