WEF/ રિપોર્ટમાં દાવો ભારતમાં મહિલાની સ્થિતિ ખરાબ

વલ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ પ્રમાણે ભારતમાં મહિલાની સ્થિતિ ખરાબ

World
woman રિપોર્ટમાં દાવો ભારતમાં મહિલાની સ્થિતિ ખરાબ

વલ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ પ્રમાણે ભારતમાં મહિલાની સ્થિતિ ખરાબ હોવાનો છે એવો દાવો કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યા અનુસાર મહિલાઓએ રાજકારણ સશક્તિકરણીમાં ભારે પછડાટ ખાવી પડી છે.  મહિલા મંત્રીઓની સંખ્યામાં 13.5 ટકાની ઘટ જોવા મળે છે. ઉપરાંત મહિલાઓનો આર્થિક ભાગીદારી અને અન્ય ક્ષેત્રોમાં પણ ઓછો હિસ્સો છે. વૈશ્વિક લૈગિક ભેદના રિપોર્ટ અનુસાર 2021માં 156 દેશોની યાદીમાં ભારતનું સ્થાન 140 પર છે. દક્ષિણ એશિયામાં સૌથી વધારે ખરાબ પ્રદશન કરનારા દેશોમાં ભારત ત્રીજા સ્થાન પર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પોતાના પાડોશી દેશોની તુલનામાં પણ પાછળ  છે. બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, અને મ્યાંમારથી પણ પાછળ છે.

વિશ્વ આર્થિક મંચના રીપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયા સૌથી વધારે ખરાબ પ્રદર્શન કરનારા દેશોમાંથી એક છે.  ત્યાર પછી મધ્ય પૂર્વ, અને ઉત્તર આફ્રીકા છે.  ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો બાંગ્લાદેશ 65, નેપાળ 106, ભૂટાન 130, શ્રીલંકા 116, પાકિસ્તાન 153 અફઘાનિસ્તાન 156 માં સ્થાન પર છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જ ભારતથી નીચલા સ્તર પર છે. રીપોટ અનુસાર જાતિયભેદ 3 ટકાથી વધી 32.6 ટકા સુધી વધી ગયો છે. તદઉપરાંત મહિલા શ્રમ બળ ભાગીદારીના ટકા 24.8 ટકાથી ઓછી થઇને 22.3 ટકા પર પહોચી ગયા છે. ઉપરાંત પ્રોફેશલ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં પણ મહિલાઓની ભૂમિકા ઓછી થઇને 29.2 ટકા થઇ ગઇ છે.

આ આંકડાકિય માહિતી સ્પષ્ટ કરે છે કે જે દેશમાં મહિલાઓ માટે ગર્વની વાતો થતી હોય છે ત્યાં આજે પણ મહિલાઓની સ્થિતી દયનીય છે.