જૂનાગઢ/ માંગરોળના એક સેવાભાવી ખોજા જ્ઞાતિના યુવાને નિભાવ્યો ભગવાનનો રોલ

માંગરોળ ના એક સેવાભાવી ખોજા જ્ઞાતિના યુવાને નિભાવ્યો ભગવાનનો રોલ તા.10.1.2022 ના રોજ બપોરના સમયે માંગરોળના લીમડાચોક જેવા ભરચક વિસ્તાર માંથી એક યુવાન પસાર થઈ રહેલ

Gujarat
2 1 8 માંગરોળના એક સેવાભાવી ખોજા જ્ઞાતિના યુવાને નિભાવ્યો ભગવાનનો રોલ

માંગરોળના એક સેવાભાવી ખોજા જ્ઞાતિના યુવાને નિભાવ્યો ભગવાનનો રોલ તા.10.1.2022 ના રોજ બપોરના સમયે માંગરોળના લીમડાચોક જેવા ભરચક વિસ્તાર માંથી એક યુવાન પસાર થઈ રહેલ. આ દરમિયાન આ યુવાનને અચાનક ચકકર આવતા આયુવાન પડીગયેલ અને આ યુવાનના કપાળ ના ભાગે લોહી વહેવાનું ચાલુ થઈ ગયેલ.

આ દ્રશ્ય જોઈ મોબાઇલની દુકાન ધરાવતા અને હર હમેંશ કોઈપણ નિસ્વાર્થ સેવા કાર્યોમાં અગ્રેસર જ રહેતા હોય છે એવા શ્રી કામીલ ભાઈ ઇબ્રાહીમભાઇ એક પલ નો પણ વિચાર કર્યા વગર પોતાની પ્રિન્સ મોબાઈલ નામની દુકાન ખુલ્લી છોડી આ યુવાન ની વહારે આવ્યા હતા. સહુ પ્રથમ આ સેવાભાવી યુવાને પોતે આ યુવાનને ઓળખતા ન હોવા છતાં પણ તેઓએ તાત્કાલિક આ યુવાનને પ્રાથમિક સારવાર અપાવી આ યુવાનનું વહેતુ લોહી બંધ કરાવવા માટે પ્રાથમિક સારવાર અપાવી.

પ્રિન્સ મોબાઈલ નામની પોતાની દુકાને બેસાડી પોતાની દુકાનમાં પાણી હોવા છતાંપણ આ યુવાન માટે બહારથી પાણી મંગાવી પીવડાવેલ અને થોડી વાર બેસાડી તેમના પરિવાર ના મોબાઈલ નંબર મેળવી આ યુવાનના પરિવારને જાણ કરી બોલાવી લઈ તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી.

હોસ્પિટલે પહોંચાડેલ મંગરોલમાં પ્રિન્સ મોબાલ નામની દુકાન ધરાવતા ખુબજ સેવાભાવી થાયાણી પરિવારના ખુબજ નિસ્વાર્થ સેવાભાવી એવા શ્રી કામિલભાઈ કે જેવો દ્વારા અનેક નિસ્વાર્થ સેવા કાર્યો કરવામાં આવ્યા છે કોરોના ના કપરા સમયમાં પણ તેઓ દ્વારા અનેક લોક ઉપયોગી સેવા કર્યો કરવામાં આવ્યા હતા.

આ ધરતી પરથી હજુ પણ માનવતા એકતા સંપ ભાઈચારો લાગણી સ્નેહ દયા પરોપકારની સરવાણીનુ ઝરણુ વહેતુ જ રહે છે. માંગરોળના કોહિનુર હિરા સમાન કામિલભાઈ થાયાણી કે જેઓ જરૂરિયાત મંદ લોકોને અવારનવાર નિસ્વાર્થ ભાવે મદદ પણ કરતા રહેતા હોય છે કામીલ ભાઈ ની વિશેષતા એ છે કે જમણા હાથે દાન આપે છે પણ ડાબા હાથને પણ ખબર પડવા દેતા નથી કોઈ નામ પબ્લિસિટી નો મોહ કોઈદિવસ રાખયો નથી અને ચૂપ ચાપ નિસ્વાર્થ ભાવે સેવાઓ કરી પોતાનું કાર્ય કરેછે.