Politics/ સંઘનાં વડાનું નિવેદન ‘મોઢે રામ, બગલમાં છૂરી’ જેવું છેઃ માયાવતી

બસપાનાં સુપ્રીમો માયાવતીએ મોહન ભાગવતનાં નિવેદન પર સખત વાંધો વ્યક્ત કરતાં કહ્યું છે કે, સંઘનાં વડાનું નિવેદન ‘મોઢે રામ, બગલમાં છૂરી’ જેવું છે.

Top Stories India
11 115 સંઘનાં વડાનું નિવેદન 'મોઢે રામ, બગલમાં છૂરી' જેવું છેઃ માયાવતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવતનાં નિવેદન પર હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. બસપાનાં સુપ્રીમો માયાવતીએ મોહન ભાગવતનાં નિવેદન પર સખત વાંધો વ્યક્ત કરતાં કહ્યું છે કે, સંઘનાં વડાનું નિવેદન ‘મોઢે રામ, બગલમાં છૂરી’ જેવું છે. આ સાથે તેમણે ભાજપને પણ લપેટમાં લેતા કહ્યું કે, જે રાજ્યોમાં ભાજપ સરકારો ચલાવી રહી છે, તે આરએસએસનાં એજન્ડા પર ચાલી રહી છે.

રાજકારણ / ભાગવતનાં નિવેદન પર ઓવૈસીનો વળતો પ્રહાર, કહ્યુ- આ નફરત હિન્દુત્વની ઉપજ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવતે આપેલા નિવેદન બાદ હવે અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. સોમવારે બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ આ મુદ્દે ટિપ્પણી કરી હતી. માયાવતીએ કહ્યું કે, મોહન ભાગવતનું નિવેદન ‘મોઢે રામ, બગલમાં છૂરી’ જેવું છે. બસપાનાં વડા માયાવતીએ કહ્યું કે, જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારો ચાલી રહી છે, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યસૂચિ પર ચાલી રહી છે. માયાવતીએ કહ્યું કે, ભાજપ સરકારની વિચારસરણી સાંકડી છે. તેમણે કહ્યું કે RSS વિના ભાજપનું અસ્તિત્વ નથી. માયાવતીએ પત્રકાર પરિષદમાં ભાજપ અને RSS પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મોહન ભાગવતે આપેલા નિવેદન કોઈનાં ગળામાં ઉતરવાનું નથી. RSS, ભાજપ એન્ડ કંપનીની કથની અને કરનીમાં મોટો તફાવત છે. માયાવતીએ કહ્યું કે, મોહન ભાગવત દેશની રાજનીતિને વિભાજનકારી બતાવીને કટાક્ષ કરી રહ્યા છે જે યોગ્ય નથી. સત્ય એ છે કે ભાજપ સરકારોનાં કારણે જાતિવાદ, રાજકીય નફરત અને કોમી હિંસાએ લોકોને પરેશાન કર્યા છે.

રાજકારણ / દિવંગત રામ વિલાસ પાસવાનની જન્મ જયંતિએ ચિરાગ પાસવાને કર્યુ આશીર્વાદ યાત્રાનું આયોજન

પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ ઉત્તર પ્રદેશ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આજે ઉત્તર પ્રદેશમાં અંધાધૂંધીનું વાતાવરણ છે, બસપા હંમેશા આરએસએસની નીતિઓનો વિરોધ કરતી રહી છે. આરએસએસ વિના ભાજપનું અસ્તિત્વ જ નથી, તે પોતાની વાતોને ભાજપની સરકારોથી જ કેમ લાગુ કરાવી શકતી નથી. RSS ની કથની-કરનીમાં જમીન આસમાનનું અંતર છે. તેઓ જે કહે છે તેનાથી વિરુદ્ધ કરે છે. લોકોને મોહન ભાગવતે આપેલા તાજા નિવેદનો અવિશ્વસનીય લાગે છે, આ નિવેદન ‘મોઢે રામ, બગલમાં છૂરી’ જેવું લાગે છે. માયાવતીએ કહ્યું કે જે લોકો ધર્મોનું બળજબરીપૂર્વક ધર્માતરણ કરાવે છે, આવા કેસોમાં કડક પગલા લેવા જોઈએ. પરંતુ ઇરાદાપૂર્વક તેને હિન્દુ-મુસ્લિમ મુદ્દો ન બનાવવો જોઇએ અને મુસ્લિમ સમાજને શંકાથી ન જોવું જોઈએ.