નિર્ણય/ રાજ્યમાં પોલીસકર્મીઓનો આટલો પગાર વધ્યો!જાણો સેલરીની તમામ વિગત

ગુજરાત સરકારે પોલીસ ગ્રે પેડ મામલે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે જેના લીધે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો પગારમાં વધારો થશે.

Top Stories Gujarat
15 1 રાજ્યમાં પોલીસકર્મીઓનો આટલો પગાર વધ્યો!જાણો સેલરીની તમામ વિગત

ગુજરાત સરકારે પોલીસ ગ્રે પેડ મામલે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે જેના લીધે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો પગારમાં વધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ નિર્ણય લીધો છે. ત્યારબાદ સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીના પગારમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેની વિગતવાર માહિતી આપી હતી.

ગુજરાત સરકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

 

 

14 3 રાજ્યમાં પોલીસકર્મીઓનો આટલો પગાર વધ્યો!જાણો સેલરીની તમામ વિગત

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવ્યું હતું કે, તમારા સૌ માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સીએમે મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે. દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે.

 

પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર આટલો થશે
– અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર હતો.
– હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,96,394 રૂ. કરાયો છે.
– જ્યારે ASIના પગાર વધારી 5,84,094 કરવામાં આવ્યો છે.

પહેલા આટલો પગાર હતો
– LRD અને ASIને હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા કરાયો
– પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર 660 રૂપિયા હતો
– પોલીસ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 16 હજાર 400 રૂપિયા કર્યો
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 36 હજાર 654 રૂપિયા હતો
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 95 હજાર 394 રૂપિયા થયો

હવે આટલી સેલરીમાં વધારો થયો
– ફિક્સ પગાર LRD અને ASIનો 96 હજાર 150 રૂપિયા પગાર વધ્યો
– LRD અને ASIનો માસિક પગાર 8 હજાર 12 રૂપિયા વધ્યો
– પોલીસ કોન્સ્ટેબલનો પગાર 52 હજાર 740 રૂપિયા વધ્યો
– પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4395 રૂપિયા વધ્યો
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 58 હજાર 740 રૂપિયા વધ્યો
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો માસિક પગાર 4895 રૂપિયા વધ્યો

 LRD અને ASIનો પણ આટલો પગાર વધ્યો
ફિક્સ પગારમાં LRD અને ASIનો પગાર આટલો વધ્યો
– 2 લાખ 51 હજાર 100 રૂપિયા પગાર હતો
– હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા પગાર થયો
– 20 હજાર 925 રૂપિયા ફિક્સ પગાર મળતો હતો
– હવે 28 હજાર 937 રૂપિયા દર મહિને પગાર મળશે
– વાર્ષિક 96150 તો માસિક 8012 રૂપિયા પગાર વધ્યો