વિધાનસભા ચૂંટણી/ સમાજવાદી પાર્ટીએ બીજી 159 ઉમેદવારીની યાદી જાહેર કરી,અખિલેશ કરહાલ બેઠક પરથી ચૂંટણી લડશે

યુપી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. એસપી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં 159 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

Top Stories India
akhilesh yadav સમાજવાદી પાર્ટીએ બીજી 159 ઉમેદવારીની યાદી જાહેર કરી,અખિલેશ કરહાલ બેઠક પરથી ચૂંટણી લડશે

સમાજવાદી પાર્ટીએ યુપી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. એસપી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં 159 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સપાની આ યાદીમાં અખિલેશ યાદવનું નામ સૌથી ઉપર છે. અખિલેશ યાદવ કરહાલ સીટ પરથી ચૂંટણી લડશે, તેની જાહેરાત પહેલા જ થઈ ગઈ હતી. સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રનું નામ એસપીની નવી યાદીમાં નથી. સપાના સાંસદ આઝમ ખાનને રામપુર સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સપાએ સ્વાર વિધાનસભા બેઠક પરથી આઝમના પુત્ર અબ્દુલ્લાને ટિકિટ આપી છે. પંકજ મલિકને ચર્થવાલ સીટથી, મનોજ પાંડેને ઉંચાહરથી, ધરમપાલ સૈનીને નકુડથી અને નાહીદ હસનને કૈરાનાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

 

 

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં આ વખતે ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળે તો નવાઇ નહીં, આ સમયે ભાજપ સામે મજબૂતી સાથે કોઇ લડી શકે છે તો તે સમાજવાદી પાર્ટી છે,જ્યારે કોંગ્રેસ પોતાની જમીનની શોધમાં છે,અને માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી જનતા પર રાજ્કીય પકડ ગુમાવી દીધી છે. આવનાર સમયમાં જો બસપા સારૂ પર્ફોમન્સ નહીં કરે તો તેના અસ્તિત્વ પર વાત આવી જશે. હાલ તમામ રાજ્કીય પાર્ટીઓ જીત મેળવવા કમર કસીરહી છે.