Not Set/ સગા ભાઇએ જ બે બહેનને મોબાઈલની લાલચ આપી ગુજાર્યો બળાત્કાર, આપ્યો પુત્રીને જન્મ

ભચાઉ તાલુકાના નવાવાસ વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય પુત્રીના પેટમાં અચાનક દુખાવો ઊપડતાં તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,

Gujarat Others
A 296 સગા ભાઇએ જ બે બહેનને મોબાઈલની લાલચ આપી ગુજાર્યો બળાત્કાર, આપ્યો પુત્રીને જન્મ

બાળાઓ અને મહિલાઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે ભચાઉ તાલુકામાં ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જેમાં સગા ભાઈએ પોતાની જ સગીરવય ની નાની બહેનને મોબાઇલની લાલચ આપી સતત 10 મહિના સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી નાખતા સગા ભાઈ થકી સગીર બહેને પુત્રીને જન્મ આપતા ચકચાર મચી ગઇ છે. આ ચકચારી બનાવમાં માતાપિતા પડી ભાંગ્યા હતા અને આખરે માતાપિતા એ પોતાના સગા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના નવાવાસ વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય પુત્રીના પેટમાં અચાનક દુખાવો ઊપડતાં તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,

આ પણ વાંચો : ભુજમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

જ્યાં તેને 9 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાથી ચોંકી ઊઠેલા પરિવારે સગીરા ને પૂછતાં તેને પોતાના બાળક નો પિતા સગો ભાઈ હોવાની કેફિયત આપતા પરિવાર ના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી બીજી તરફ દુઃખાવો વધતા તાત્કાલિક સગીરાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. આ બનાવ અંગે સગીરાના પિતા દ્વારા ભચાઉ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના નિર્ણયને શિક્ષણિક મહાસંઘ ગુજરાતે વધાવ્યો

આ પણ વાંચો :રેમેડિસિવીર ઇન્જેક્શન મામલે હાઇકોર્ટનો મહત્વનો આદેશ , વાંચો