બનાસકાંઠા/ ડીસામાં આજે દેશના બીજા અને ગુજરાત માં સૌથી મોટા એલિવેટેડ બ્રિજ નું લોકાર્પણ કરાયું હતું

ડીસા માં બ્રિજ બનતાની સાથે જ હવે નાના-મોટા અકસ્માતો અટકતા લોકોના જીવ બચશે અને વર્ષોથી હેરાન થતી ટ્રાફિકની સમસ્યામાંથી પણ વાહનચાલકો ને છુટકારો મળશે ..

Gujarat Others
Untitled 95 ડીસામાં આજે દેશના બીજા અને ગુજરાત માં સૌથી મોટા એલિવેટેડ બ્રિજ નું લોકાર્પણ કરાયું હતું

ભારતના પોરબંદરથી આસામના સિલ્ચરને જોડતો ઈસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે નંબર 27 પર કેન્દ્ર સરકાર 194.25 કરોડના ખર્ચે ભારતનો બીજા નંબર નો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે.. આ બ્રિજ બન્યો તે પહેલા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક માનવામાં આવતા ડીસામાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ પેચીદો પ્રશ્ન હતો અને વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન આ સમસ્યાને બ્રિજ બનાવવાની માંગને પગલે ડીસાના નગરજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હતો.. જેને પગલે તત્કાલિન સાંસદ હરિભાઇ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ડીસાના નગરજનોને બ્રિજ બનાવવાનું વચન આપ્યું હતું..

ત્યારબાદ કેન્દ્ર સરકારમાં આ બંને નેતાઓની રજૂઆતને પગલે મનસુખભાઇ માંડવિયાએ 222 કરોડ રૂપિયાની ફાળવણી બ્રિજ બનાવવા માટે કરી હતી.. અને ત્યારબાદ 194.25 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ થઈ હતી.. અને બે વર્ષના ટૂંકા ગાળામાં આ બ્રિજની કામગીરી પૂરી થઈ ગઈ છે ત્યારે પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરી એ જણાવ્યું હતુંબકે લોકોની દશ વર્ષથી માગણી હતી અને 2017 ની ધારાસભ્ય ની ચૂંટણી વખતે જનતા બ્રિજ ને લઈને મતદાન બહિષ્કાર ની ચીમકી આપી હતી ત્યારે મનસુખભાઇ માંડવીયા સાથે ડીસા માં બેઠક મળી હતી અને બ્રિજ બનાવવાની ખાતરી આપી હતી જે બાદ આજે પૂર્ણ થઈ છે.જ્યારે ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ જણાવ્યું હતું કે ડીસા ના નગરજનો ની માગણી હતી કે ઓવરબ્રિજ બને અને અકસ્માત અટકે માટે કેન્દ્ર સરકાર માં રજુઆત બાદ બ્રિજ નું સપનું પૂર્ણ થયું છે.લોકોનો સમય,ઇંધણ અને અકસ્માત અટકશે.

ડીસામાં તૈયાર કરવામાં આવેલા એલિવેટેડ બ્રિજની ખાસિયતની વાત કરવામાં આવે તો આ બ્રિજ ભારતનો બીજા નંબર નો અને ગુજરાત નો સહુથી લાંબો એલિવેટેડ બ્રિજ છે. એલિવેટેડ એટલે કે ઉપર બ્રિજ ના સમાંતર નીચે પણ વાહનો ચાલી શકે તે પ્રકાર નો બ્રિજ. આ એલિવેટેડ બ્રિજ 105 સિંગલ પિલલર પર તૈયાર કરવામાં આવેલો છે. 194.25 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ બનાવવામાં માત્ર બે વર્ષ અને 6 માસનો સમયગાળો થયો છે.. અને આ બ્રિજ તૈયાર થવાથી ન માત્ર ડીસા શહેર પરંતુ કંડલાથી આવતા માલ વાહક ભારે વાહનો અને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પથી ભારત પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદ સાથેની કનેક્ટિવિટી પણ ઝડપી બની જશે.. આ ઉપરાંત રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનોનો સમય તો બચશે જ પરંતુ સાથે ઈંધણનો પણ બચાવ થશે…