જમ્મુ-કાશ્મીર/ શોપિયાંમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોચનો કમાન્ડર ઠાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો કમાન્ડર માર્યો ગયો છે

Top Stories India
11 373 શોપિયાંમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોચનો કમાન્ડર ઠાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો કમાન્ડર માર્યો ગયો છે. લશ્કરનાં ટોચનાં કમાન્ડર ઉપરાંત સુરક્ષા જવાનોએ એન્કાઉન્ટરમાં અન્ય એક આતંકવાદીને ઠાર માર્યો છે. જમ્મુ-કાશ્મીરનાં આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લશ્કરનાં આતંકીની ઓળખ ઇશ્ફાક દાર ઉર્ફે અબુ અક્રમ તરીકે થઈ છે. તે 2017 થી ખીણમાં સક્રિય હતો.

11 374 શોપિયાંમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોચનો કમાન્ડર ઠાર

અવ્યવસ્થા ? /  સરકારી કેન્દ્રોમાં લોકો રસી લેવા ધક્કા ખાધા કરે, જયારે રસી વેચીને ખાનગી હોસ્પિટલોએ કરોડોનો નફો રળ્યો

વિજય કુમારે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં લશ્કરનાં ટોચનાં કમાન્ડર અબુ અક્રમ સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા છે. અક્રમ 2017 થી ખીણમાં સક્રિય હતો. આ આતંકીઓ પાસેથી અનેક હથિયારો, દારૂગોળા વગેરે મળી આવ્યા છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષા કર્મચારીઓ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, રવિવારે શોપિયાંમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા જવાનોનું આ એન્કાઉન્ટર શરૂ થયુ હતુ. આ પહેલા શુક્રવારે પણ સુરક્ષા જવાનોએ શ્રીનગરમાં એન્કાઉન્ટરમાં લશ્કરનાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ લોકો જૂન મહિનામાં આ વર્ષે શ્રીનગરમાં બનેલી ઘટનામાં સામેલ થયા હતા.

દુર્ઘટના / ગુરૂગામમાં ભારે વરસાદના લીધે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી એકનું મોત,આઠ લોકો દબાયા હોવાની આશંકા

વિજય કુમારે જણાવ્યું કે, આ વર્ષે શ્રીનગરમાં ત્રણ એન્કાઉન્ટર થયા છે. આપણે બધા જાણીએ છીએ કે શ્રીનગરમાં ત્રણ ઘટનાઓ બની છે. એક ઘટનામાં એક પોલીસ ઇન્સ્પેક્ટરની હત્યા થઈ હતી, જ્યારે બીજી ઘટનામાં મોબાઇલ શોપનાં માલિક પર હુમલો કરી તેની હત્યા કરવામા આવી હતી અને પછી ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3 નાગરિકો માર્યા ગયા હતા જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આજે માર્યા ગયેલા બે આતંકવાદીઓ આ ત્રણેય ઘટનાઓમાં સામેલ હતા. અમે તેમને શોધી રહ્યા હતા.

11 375 શોપિયાંમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોચનો કમાન્ડર ઠાર

રાજકારણ / તમારી સત્તાની ભૂખ માટે લોકોને અનાજનાં એક દાણા માટે તરસાવી દીધાઃ રાહુલ ગાંધી

રવિવારે જ્યારે અમને આ વિશેની માહિતી મળી ત્યારે સીઆરપીએફ એ આ વિસ્તારને કોર્ડન કરવાનું શરૂ કરી દીધું હતું. અમે આ આતંકીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી પરંતુ તેઓએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં વિવિધ એન્કાઉન્ટરમાં કુલ 87 આતંકવાદીઓ માર્યા ગયા છે.