Not Set/ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા ! રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી ઉપરાંત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલમાં ભૂકંપની તિવ્રતા 4..6 હતી. સાથે સાથે  પંજાબ અને હરિયાણામાં પણ  ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 9 વાગ્યા બાદ આવ્યા ભૂકંપના આંચકા મળતી વિગત મુજબ દિલ્હી-NCR સહિત હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા […]

India
871bc7747d70fc44fb59fe59731e2928 દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા ! રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા
871bc7747d70fc44fb59fe59731e2928 દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા ! રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી ઉપરાંત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલમાં ભૂકંપની તિવ્રતા 4..6 હતી. સાથે સાથે  પંજાબ અને હરિયાણામાં પણ  ભૂકંપના આંચકા અનુભવાયા છે.

રાત્રે 9 વાગ્યા બાદ આવ્યા ભૂકંપના આંચકા

મળતી વિગત મુજબ દિલ્હી-NCR સહિત હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ કેન્દ્રબિંદુ હરિયાણાના રોહતકમાં હતું. ઉલ્લેખનીય છે કે, અચાનક આવેલા ભૂકંપના આંચકાને પગલે રહેણાંક વિસ્તારના લોકો તાત્કાલિક અસરથી ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તિવ્રતા એટલી હતી કે, સતત 10-15 સેકન્ડ સુધી તેની ઝણઝણાટી અનુભવવામાં આવી હતી. ભૂકંપના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો.

જણાવી દઈએ આ પહેલાં 15 મે ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે રિક્ટર સ્કેલ ઉપર તેની તિવ્રતા 2.2 હતી. આ પહેલા 10 મે ના રોજ બપોરના 1.45 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ ઉપર તેની તિવ્રતા 3.5 હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.