પેટા-ચુંટણી/ ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

રાહુલ ભાવસાર, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ મોરવા(હ) વિધાનસભા ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે જેને લઈ ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરવા અંગેની બેઠક ગોધરા ખાતે આવેલા કમલમમાં યોજાઈ હતી. જેમાં ત્રણ જેટલા પ્રદેશ નિરીક્ષકોએ અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. મોડીસાંજ સુધી ઉમેદવારની પસંદગીને લઈને કાર્યકર્તાઓ પાસેથી સેન્સ લેવામાં આવ્યા હતા. દરમ્યાન મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો હાજર […]

Gujarat Others
WhatsApp Image 2021 03 23 at 5.56.07 PM 1 ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

રાહુલ ભાવસાર, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

મોરવા(હ) વિધાનસભા ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે જેને લઈ ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરવા અંગેની બેઠક ગોધરા ખાતે આવેલા કમલમમાં યોજાઈ હતી. જેમાં ત્રણ જેટલા પ્રદેશ નિરીક્ષકોએ અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. મોડીસાંજ સુધી ઉમેદવારની પસંદગીને લઈને કાર્યકર્તાઓ પાસેથી સેન્સ લેવામાં આવ્યા હતા. દરમ્યાન મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો હાજર રહ્યા હતા.

ચૂંટણી પંચ દ્વારા મોરવા(હ) વિધાનસભા ની પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા પણ ઉમેદવારની પસંદગીને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે.ત્યારે આજ રોજ કમલમ ગોધરા ખાતે ડો.જ્યોતિબેન પંડ્યા(પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ),સતિષભાઈ પટેલ(પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી વડોદરા ના ચેરમેન),હર્ષદભાઈ વસાવા(સંસદીય સચિવ) પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે આવેલા કમલમમાં ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેઠક માટેના ઉમેદવારની પસંદગીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત કાર્યકર્તાઓના સેન્સ પણ લેવામાં આવ્યા હતા. જેમાં મોરવા(હ) વિધાનસભા મત વિસ્તાર માંથી અપેક્ષિત કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મોડીસાંજ સુધી ઉમેદવારની પસંદગીને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ અપેક્ષિત ઉમેદવારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા મોરવા(હ) વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,વિક્રમભાઈ ડીંડોર,એમ.એમ.પારગી સહિત ૧૫ થી વધુ ઉમેદવારો એ મોરવા વિધાનસભા બેઠક માટે ભાજપ માંથી ટિકિટ ની દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે અન્ય કાર્યકરોએ પણ બેઠક માટે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પોતાની દાવેદારી નોંધાવી છે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ પોતાના ક્યા ઉમેદવાર ને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.