Not Set/ કોરોના ફિવરઃ 8 મનપામાં 10 એપ્રિલ સુધી ટ્યુશન ક્લાસ બંધ રાખવાનો આદેશ

મહાનગરોમાં કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કરતાં સરકારને એક પછી એક નિર્ણય લેવાની ફરજ પડી રહી છે. પહેલા નેતાઓએ તમાશા કર્યા હવે પ્રજાએ તેના પરિણામો ભોગવવા પડી રહ્યા છે. રાજ્ય સરકારે 8 મહાનગર પાલિકામાં ટ્યુશન ક્લાસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય અનુસાર આગામી 10મી એપ્રિલ સુધી ટ્યુશન ક્લાસ બંધ રહેશે. આ આદેશનો અમલ તાત્કાલિક […]

Top Stories Ahmedabad Gujarat
702185 private tuition કોરોના ફિવરઃ 8 મનપામાં 10 એપ્રિલ સુધી ટ્યુશન ક્લાસ બંધ રાખવાનો આદેશ

મહાનગરોમાં કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કરતાં સરકારને એક પછી એક નિર્ણય લેવાની ફરજ પડી રહી છે. પહેલા નેતાઓએ તમાશા કર્યા હવે પ્રજાએ તેના પરિણામો ભોગવવા પડી રહ્યા છે. રાજ્ય સરકારે 8 મહાનગર પાલિકામાં ટ્યુશન ક્લાસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય અનુસાર આગામી 10મી એપ્રિલ સુધી ટ્યુશન ક્લાસ બંધ રહેશે. આ આદેશનો અમલ તાત્કાલિક કરવાનો રહેશે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાએ સ્પીડ પકડી છે. દરરોજ કેસોમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 1415 પર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 2,83,864 પર પહોંચ્યો છે. જો મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 4 લોકોના મોત થયા છે. બીજી તરફ રાજ્યમાં આજે કુલ 948 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા પર નજર નાંખવામાં આવે તો આવા દર્દીની કુલ સંખ્યા 2,73,280 છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6147 નોંધાઇ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 335, સુરતકોર્પોરેશનમાં 349, વડોદરાકોર્પોરેશનમાં 127 અને રાજકોટકોર્પોરેશનમાં 115 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 1, રાજકોટમાં 1, સુરતમાં 1 અને સુરેંદ્રનગરમાં 1 એમ કુલ ચાર વ્યક્તિના મોત થયા છે.

જો રસી કરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,84,482 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 32,26,387 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.