Gujarat-MoU/ રાજ્ય સરકારે CMની ઉપસ્થિતિમાં આઠ નવા MOU કર્યા, 5,115 કરોડનું રોકાણ થશે

ગુજરાત સરકારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિવિધ ઉદ્યોગકારો સાથે 5,115 કરોડ રૂપિયાના આઠ સમજૂતીપત્રો પર સહીસિક્કા કર્યા છે. ઇન્જેકશન, મેડિકલ ડિવાઇસીસ, ટેબ્લેટ, દવો, કેપ્સ્યુલ, બલ્ગ ડ્રગ ઉત્પાદન માટેના કુલ 1,770 કરોડના એમઓયુ કર્યા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 86 રાજ્ય સરકારે CMની ઉપસ્થિતિમાં આઠ નવા MOU કર્યા, 5,115 કરોડનું રોકાણ થશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિવિધ ઉદ્યોગકારો સાથે 5,115 કરોડ રૂપિયાના આઠ સમજૂતીપત્રો પર સહીસિક્કા કર્યા છે. ઇન્જેકશન, મેડિકલ ડિવાઇસીસ, ટેબ્લેટ, દવો, કેપ્સ્યુલ, બલ્ગ ડ્રગ ઉત્પાદન માટેના કુલ 1,770 કરોડના એમઓયુ કર્યા છે.

સીએમ ભુપેન્દ્ર પટેલના હાથે એમઓયુ કરવામાં આવ્યા પછી નવા એમઓયુના લીધે દસ હજાર લોકોને રોજગારી મળશે. એમઓયુ વખતે અન્ય એક પ્રધાન ઋષિકેશ પટેલઅને ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની સાથે હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર આ વર્ષે અંદાજે 26 હજાર કરોડના 47 એમઓયુ કરી ચૂકી છે.

હવે કરવામાં આવનારા એમઓયુમાં જિલ્લા દીઠ એમઓયુ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કુલ 33 જિલ્લા છે અને દરેક જિલ્લાનું મેપિંગ કરીને અને ત્યાં ઉપલબ્ધ શ્રમકુશળતાનું મેપિંગ તથા તેના ભૌગોલિક જોડાણ તથા સ્થળની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારના પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આમ જિલ્લા દીઠ એમઓયુ કરવામાં આવતા હવે ત્યાં સ્થપાનારા પ્રોજેક્ટનું અને રોજગારનું પણ મેપિંગ કરી શકાય છે.

આના પરથી આગામી સમયમાં રાજ્ય સરકાર પોતે કહી શકે કે અમે આટલા સમયમાં આટલા લોકોને રોજગારી પૂરી પાડી છે. તેથી જ્યારે પણ સરકારને સવાલ કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકાર દરેક જિલ્લામાં તેણે કરેલા એમઓયુના આધારે લોકોને મળેલા પ્રત્યક્ષ રોજગાર, પરોક્ષ રોજગાર તથા તેના પર વિકસેલી ઇકોસિસ્ટમથી મળતા રોજગારની વિગત આપી શકશે.

આ અંગે માનવામાં આવે છે કે રોજગાર અંગે ભાજપ સરકારની જિલ્લાદીઠ વ્યૂહરચનાનો અમલ હાલમાં ભાજપની સરકારો છે તેવા રાજ્યોમાં પણ થઈ શકે છે. તેથી આગામી સમયમાં તેમણે તેમના કાર્યકાળમાં કેટલા લોકોને રોજગાર પૂરો પાડ્યો તે સવાલનો જવાબ આપવામાં મદદ મળશે. વાસ્તવમાં આ પ્રકારની માહિતીના અભાવે રાજ્ય સરકાર અત્યાર સુધી આવો જવાબ પૂરા આંકડા સાથે આપી શકતી ન હતી.


આ પણ વાંચોઃ Jharkhand/ આ સ્કૂલમાં સ્ટેડિયમ તો બની ગયું પરંતુ ટોયલેટ માટે ચૂકવવું પડે છે ‘ભાડું’

આ પણ વાંચોઃ Noida/ પોલીસના રેવ પાર્ટી પર દરોડા, બિગ-બોસ વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધાઈ

આ પણ વાંચોઃ Digital Payment/ ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની વધતી જતી બોલબાલા


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને Facebook, Twitter,  WhatsApp,Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.