લોકડાઉન/ આ રાજ્યમાં લાગ્યું 1 દિવસનું લોકડાઉન,જાણો વિગત

તમિલનાડુમાં કોવિડના વધતા કેસોને અંકુશમાં લેવા માટે 6 જાન્યુઆરીથી રવિવારે નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories India
4 2 આ રાજ્યમાં લાગ્યું 1 દિવસનું લોકડાઉન,જાણો વિગત

તમિલનાડુમાં કોવિડના વધતા કેસોને અંકુશમાં લેવા માટે 6 જાન્યુઆરીથી રવિવારે નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. , 9 જાન્યુઆરીથી, સવારે 7 થી 10 વાગ્યા સુધી, લોકો રેસ્ટોરન્ટમાંથી ભોજન ખરીદી શકશે અને લઈ જઇ શકશે.

તેમણે કહ્યું કે ધોરણ 1 થી 9 સુધી માત્ર ઓનલાઈન ક્લાસ ચાલશે. ધોરણ 10 અને 12 માટે શાળાઓ ખુલશે. સરકારે કહ્યું કે રવિવારે (9 જાન્યુઆરી) બધુ બંધ રહેશે અને બસ, લોકલ ટ્રેન અને મેટ્રોમાં માત્ર 50 ટકા ક્ષમતાની જ મંજૂરી આપવામાં આવશે.

 

સરકારી જાહેરનામા મુજબ, તમામ સરકારી અને ખાનગી ‘પોંગલ ઇવેન્ટ્સ’ અને સાંસ્કૃતિક કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે અને તમામ મનોરંજન અને અન્ય ઉદ્યાનો બંધ રહેશે. અઠવાડિયામાં શુક્રવાર, શનિવાર અને રવિવારે લોકોને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોના સંબંધમાં હાલમાં અમલમાં રહેલા પ્રતિબંધો ચાલુ રહેશે.બુધવારે રાજ્યમાં કોરોનાના 4,862 નવા કેસ નોંધાયા છે અને 9 લોકોના મોત થયા છે. હાલમાં 16,577 સક્રિય દર્દીઓ છે.