Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 12 કેસ

જ્યારે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 8,24,899 નોંધાયા છે. જયારે કોરોનાથી આજે એક પણ મૃત્યુ થયું નથી

Top Stories
corona 5 રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 12 કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જે સારી વાત છે,અને નવા સંક્રમમના કેસો  નહિવત ધોરણે નોધાય છે.ગુજરાતમાંમ કોરોના કંટ્રોલમાં જોવા મળે છે ,આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 12 નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે તળીયે જોવા મળી રહી છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 12 નોધાયા છે જ્યારે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 8,24,899 નોંધાયા છે. જયારે કોરોનાથી આજે એક પણ મૃત્યુ થયું નથી જે ઘણી સારી વાત છે. કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં રાજ્યમાં જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે.જાહેર સ્થલો સહિત હવે વેપાર ઉધોગો પણ કાર્યરત સક્રીય થઇ ગયા છે.

આજે રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓ કે જે ડિસ્ચાર્જ થયાં છે તેમની સંખ્યા 12 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,166 થઇ છે અને રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 151 નોંધાયા  છે. ઉલ્લેખનીય છે કે હાલ સતત કેસોમાં ઘટાડો થઇ રહ્યો હોવાથી સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. અને વેક્સિનેશનનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.