અફઘાનિસ્તાન/ તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાને કબ્ઝો કરી દીધો છે. મળી રહેલી માહિતી અનુસાર, તાલિબાને શરિયા કાયદો લાગુ કરી દીધો છે!

Mantavya Exclusive
1 200 તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાને કબ્ઝો કરી દીધો છે. મળી રહેલી માહિતી અનુસાર, તાલિબાને શરિયા કાયદો લાગુ કરી દીધો છે! અને આ કાયદાની શરૂઆત મહિલા પત્રકારો પર પ્રતિબંધ મૂકીને કરવામાં આવી છે! આપને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાન પર કબ્ઝો કર્યા બાદ તાલિબાને પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું કે અફઘાન મહિલાઓને આઝાદી આપવામાં આવશે અને તેઓ ઈસ્લામિક કાયદા હેઠળ કામ કરી શકશે.

1 201 તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો

આ પણ વાંચો – OMG! / મોંઘવારીએ તોડી સામાન્ય નાગરિકોની કમર, હવે ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવમાં થયો વધારો

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી, એક સવાલ સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સમાં છે કે તાલિબાનનાં શાસનમાં મહિલાઓની સ્થિતિ કેવી હશે? સતત ઉદ્ભવતા આ એક સવાલનાં જવાબમાં તાલિબાને કહ્યું છે કે, મહિલાઓએ માત્ર શરિયા કાયદા હેઠળ અફઘાનિસ્તાનમાં રહેવું પડશે અને તેમને મુસ્લિમ કાયદા હેઠળ જ આઝાદી મળશે. પરંતુ સવાલ એ છે કે તાલિબાને શરિયા કાયદાનું અર્થઘટન કેવી રીતે કર્યું છે અથવા તાલિબાનની નજરમાં શરિયા કાયદો શું છે, જેના હેઠળ તેણે મહિલાઓ અને છોકરીઓ પાસેથી અધિકારો છીનવવાની વાત કરી છે. આવી સ્થિતિમાં તાલિબાનની નજરમાં શરિયા કાયદો શું છે અને અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે કેવી રીતે રહેવું મુશ્કેલ બન્યું છે તે જાણવું જરૂરી છે. તાલિબાનની વિચારસરણી કટ્ટરવાદી અને રૂઢિચુસ્ત છે, તેથી ખાતરી બાદ પણ લોકો માને છે કે તાલિબાન શાસન હિંસક અને દમનકારી હશે. ગઈ કાલે, જ્યારે તાલિબાન નેતાઓ મહિલાઓને અધિકાર આપવાની વાત કરી રહ્યા હતા, તે સમયે પણ તાલિબાનનાં માણસોએ હિજાબ ન પહેરવા બદલ એક મહિલાને ગોળી મારીને તેની હત્યા કરી નાખી હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે તાલિબાનને શરિયા કાયદા હેઠળ કોઈને મારવાનો અધિકાર મળે છે? જો તમને લાગે કે તાલિબાને સુધારો કર્યો છે અથવા તેમા બદલાવ કર્યો છે, તો જાણો કે અફઘાન મહિલાઓને છેલ્લી વખત કયા અધિકારો હતા. શરિયા કાયદો ઇસ્લામની કાનૂની વ્યવસ્થા છે, જે કુરાન અને ઇસ્લામિક વિદ્વાનોનાં ચુકાદાઓ પર આધારિત છે, અને મુસ્લિમોની દિનચર્યા માટે આચારસંહિતા તરીકે કામ કરે છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે તેઓ (મુસ્લિમો) દૈનિક દિનચર્યાથી વ્યક્તિગત સુધીનાં તમામ ક્ષેત્રોમાં ખુદાની ઇચ્છાનું પાલન કરે છે.

1 202 તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો

આ પણ વાંચો – આતંકનો ઓછાયો / અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત બાદ બુર્ખાની કિંમતમાં 10 ઘણો વધારો

અરબીમાં શરિયાનો અર્થ વાસ્તવમાં “માર્ગ” થાય છે અને આ કાયદાની સંસ્થાનો ઉલ્લેખ કરતો નથી. શરિયા કાયદો મૂળભૂત રીતે કુરાન અને સુન્નાનાં ઉપદેશો પર આધાર રાખે છે, જેમાં પેગમ્બર મોહમ્મદની વાતો, ઉપદેશો અને અભ્યાસો વિશે લખેલુ છે. શરિયા કાયદો મુસ્લિમોનાં જીવનનાં દરેક પાસાને અસર કરી શકે છે, પરંતુ, તેનું પાલન કેટલું કડક રીતે થાય છે તેના પર છે. 1996 થી 2001 સુધીનાં તેના શાસન દરમિયાન, તાલિબાનની શરિયા કાયદાનાં અત્યંત કડક નિયમોનો અમલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા કરવામાં આવી હતી, જેમાં જાહેરમાં પથ્થરમારો, ચાબુક મારવો અને બજારમાં જાહેરમાં કોઈને પણ ફાંસી આપવી પણ સામેલ હતી. શરિયા કાયદા હેઠળ તાલિબાને દેશમાં કોઈપણ પ્રકારનાં સંગીત પર પ્રતિબંધ મુક્યો હતો. આ વખતે પણ, કંધાર રેડિયો સ્ટેશન પર કબ્ઝો કર્યા પછી, તાલિબાનોએ ગીત વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. વળી, તે સમયે ચોરોનાં હાથ કાપી નાખવામાં આવતા હતા. સાથોસાથ, યુએનનાં ડેટા અનુસાર, તાલિબાનોએ શરિયા કાયદાને ટાંકીને અફઘાનિસ્તાનમાં મોટો નરસંહાર કર્યો હતો. વળી, લગભગ એક લાખ 60 હજાર લોકોને ભૂખે મરવા માટે, તેમના અનાજ બાળી દીધા હતા અને તેમના ખેતરોમાં આગ લગાડવામાં આવી હતી. તાલિબાન શાસન હેઠળ, પેઇન્ટિંગ, ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે કોઈપણ પ્રકારની ફિલ્મ પર પણ પ્રતિબંધ હતો.