બનાસકાંઠા/ સવરાખા પ્રા.શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને બકરી ઈદની રજાની જાણ જ ન કરી, વિદ્યાર્થીઓ પહોચ્યા શાળાએ

બનાસકાંઠાના થરાદના સલરાખા નામની એક પ્રાથમિક શાળાની બેદારકારી સામે આવી છે,જેમાં શાળાના શિક્ષકો બાળકોને રજાનું કહેવાનું જ ભૂલી ગયા હતા. બકરી ઇદની રજા રહેશે

Gujarat Others
4 355 સવરાખા પ્રા.શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને બકરી ઈદની રજાની જાણ જ ન કરી, વિદ્યાર્થીઓ પહોચ્યા શાળાએ

શાળામાં જયારે કોઈ તહેવારને લઈને જાહેર રજા જાહેર કરવામાં આવે છે ત્યારે બધાના ચહેરા પર ખુશી જોવા મળે છે. એવામાં જો તહેવારની વાત કરીએ તો આજે 29 જુને બકરી ઈદ છે, જેને લઈને બનાસકાંઠામાંથી એક જોરદાર મામલો સામે આવ્યો છે. જ્યાં બાળકો શાળામાં છે અને શિક્ષકો રજા પર છે.

banaskantha school

તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે બનાસકાંઠાના થરાદના સલરાખા નામની એક પ્રાથમિક શાળાની બેદારકારી સામે આવી છે,જેમાં શાળાના શિક્ષકો બાળકોને રજાનું કહેવાનું જ ભૂલી ગયા હતા. બકરી ઇદની રજા રહેશે તેની વિદ્યાર્થીઓને જાણ જ કરવામાં નહોતી આવી. જેના કારણે વિદ્યાર્થીઓ બીજા દિવસે નિયમ પ્રમાણે શાળામાં પહોચી ગયા હતા. હદ તો ત્યારે થઇ જયારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ પહોચી ગયા અને શાળાના ગેટ બંધ હતા, અને કોઈ નજરે ન પડ્યું.

4 354 સવરાખા પ્રા.શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને બકરી ઈદની રજાની જાણ જ ન કરી, વિદ્યાર્થીઓ પહોચ્યા શાળાએ

કેટલું અજીબ કહેવાય ને શિક્ષકોને જાહેર રજા અને બાળકોને શાળાએ આવવું પડ્યું કેમ કે તેમને રજાની જાણ જ કરવામાં ન આવી. કેટલાક વિદ્યાર્થીઓ તો  3 કિમી ચાલીને શાળાએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓ પણ પરેશાન થયા હતા અને તેમણે કહ્યું કે આ પ્રકારની બેદરકારી ના થાય તેનું શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ.

4 356 સવરાખા પ્રા.શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને બકરી ઈદની રજાની જાણ જ ન કરી, વિદ્યાર્થીઓ પહોચ્યા શાળાએ

આ બનાવ બનાસકાંઠાના થરાદની સવરાખા શાળામાં બન્યો છે જ્યાં બાળકો શાળાએ પહોચી ગયા અને શિક્ષકો હાજર જ નહોતા.  કેટલાક બાળકો 3 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને શાળાએ પહોંચ્યા હતા તે પછી તેમને માલુમ પડ્યું કે શાળામાં બકરી ઈદની રજા છે. રજા હોવા છતાં બાળકોને ધક્કો પડ્યો છે. આ ઉપરાંત જયારે જિ.પ્રા. શિક્ષણ અધિકારીએ ફોન કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેવાઈ.

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે રહેશે વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો

આ પણ વાંચો:સુરતમાં 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ દોઢ મહિનામાં જ બેસી ગયો,બ્રિજ સેલની પોલ ખોલી દીધી

આ પણ વાંચો:સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં

આ પણ વાંચો:ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ