IPL 2021/ આ ટીમ Playoff થી લગભગ થઇ ગઇ છે બહાર, રોહિતની ટીમ માટે પણ કપરા ચઢાણ

સૌથી નીચેના ક્રમાંક પર રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર દેખાય છે. ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ જોવામાં આવ્યુ હતુ.

Sports
નીચેના

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની 34 મેચ રમાઈ ચુકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સીઝન-14 ની 34 મી મેચ ગુરુવારે (23 સપ્ટેમ્બર) અબુ ધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં, KKR એ 15.3 ઓવરમાં 7 વિકેટ હાથમાં રાખીને સરળતાથી મેચ જીતી લીધી હતી. આ સાથે, પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. જ્યાં એક ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર હોય તેવું લાગે છે, તો મુંબઈની આ હાર બાદ રસ્તો મુશ્કેલ બની ગયો છે.

11 201 આ ટીમ Playoff થી લગભગ થઇ ગઇ છે બહાર, રોહિતની ટીમ માટે પણ કપરા ચઢાણ

આ પણ વાંચો – IPL 2021 / રોહિતે બનાવ્યો એવો રેકોર્ડ જેને દુનિયાનાં દિગ્ગજ ખેલાડી પણ નથી બનાવી શક્યા

KKR ની આ સીઝનમાં 9 મેચમાં ચોથી જીત હતી. KKR ની ટીમ સંપૂર્ણપણે પ્લેઓફની રેસમાં દેખાઇ રહી છે. તે પ્લસ રન રેટ સાથે ચોથા સ્થાને છે. બીજી બાજુ, મુંબઈનો માર્ગ મુશ્કેલ બનતો દેખાઇ રહ્યો છે, કારણ કે 5 વખતની ચેમ્પિયન ટીમે 9 મેચ રમી છે, જેમાં માત્ર 4 જ જીતવામાં સફળ રહી છે. 8 પોઇન્ટ સાથે -0.310 ની નબળી નેટ રન રેટ સાથે ટીમ છઠ્ઠા સ્થાને છે. મુંબઈએ હવે બાકીની 5 લીગ મેચોમાં ત્રણ મેચ જીતવી પડશે જેથી તેઓ પ્લે ઓફમાં જગ્યા બનાવી શકે. હવે બે મેચ હારવાથી મુંબઈનું સપનું તૂટી શકે છે. મુંબઈએ રાજસ્થાન કરતા સારી રમત બતાવવી પડશે. રાજસ્થાન 8 મેચમાં 4 મેચ જીતીને તેના કરતા સારા રન રેટ સાથે 5 માં ક્રમે છે. રાજસ્થાનની પાસે હજુ 6 લીગ મેચ બાકી છે.

11 200 આ ટીમ Playoff થી લગભગ થઇ ગઇ છે બહાર, રોહિતની ટીમ માટે પણ કપરા ચઢાણ`

આ પણ વાંચો – IPL 2021 / આજે છે CSK vs RCB નો મુકાબલો, જાણો Free માં કેવી રીતે જોઇ શકો છો Live મેચ

વળી, સૌથી નીચલા ક્રમાંકિત સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર દેખાય છે. જે રીતે ટીમનું પ્રદર્શન જોવામાં આવી રહ્યું છે, તે સ્પષ્ટ છે કે ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકશે નહીં. હૈદરાબાદ તેની 8 મેચમાં 7 હારી ચુક્યુ છે. હવે તેણે કોઈ પણ સંજોગોમાં બાકીની તમામ 6 મેચ જીતવી પડશે, તો જ ટીમ જો – તો દ્વારા પ્લેઓફમાં પહોંચી શકે છે. પરંતુ તે મુશ્કેલ દેખાઇ રહ્યુ છે કારણ કે ટીમનાં મોટા સ્ટાર્સ ખરાબ ફોર્મમાં છે. તેમની હવે એક હાર તેમના માર્ગને સંપૂર્ણપણે અવરોધિત કરશે. તેની સાથે પંજાબ કિંગ્સનું સપનું પણ તૂટી ગયું હોય તેવું લાગે છે, જેણે 9 મેચમાં માત્ર 3 જીત મેળવી છે. પંજાબ 7 માં સ્થાને છે. તેઓ સુધી પહોંચવું પણ મુશ્કેલ લાગે છે, કારણ કે બાકીની 5 મેચમાં તેમને કોઈક રીતે 4 જીતવી પડશે, પરંતુ ટીમનું પ્રદર્શન જોઈને આ અપેક્ષા રાખવી ખોટી સાબિત થશે.