Video/ કેએલ રાહુલના આ અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું, રાષ્ટ્રગીત પહેલા કર્યું કંઈક આવું

કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. આ સિવાય ભારતીય કેપ્ટને પણ પોતાની એક સુંદર હરકતોથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.

Trending Sports
કેએલ

ભારતે ઝિમ્બાબ્વે પ્રવાસની શાનદાર જીત સાથે શરૂઆત કરી હતી. હરારેમાં રમાયેલી પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમને 10 વિકેટથી કચડીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. આ સિવાય ભારતીય કેપ્ટને પણ પોતાની એક સુંદર હરકતોથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. આ મેચમાં ઝિમ્બાબ્વેએ ભારત સામે 190 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ભારતે શિખર ધવન અને શુભમન ગીલની શાનદાર બેટિંગના કારણે 30.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

સામાન્ય રીતે, જ્યારે ખેલાડીઓ મેદાન પર આવે છે, ત્યારે તેમના મોંમાં ચ્યુઇંગ ગમ હોય છે. જ્યારે મેદાન પર ઉતર્યો ત્યારે રાહુલ પણ ચ્યુઇંગ ગમ ચાવી રહ્યો હતો, પરંતુ ફિલ્ડિંગ પહેલા જ્યારે તમામ ખેલાડીઓ રાષ્ટ્રગીત માટે એકઠા થયા ત્યારે રાહુલે રાષ્ટ્રગીતના સન્માનમાં પોતાના મોઢામાંથી ચ્યુઇંગ ગમ કાઢી નાખ્યું. ફેન્સને રાહુલની આ હરકતો ખૂબ જ પસંદ આવી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ભારે ટ્રોલ થયો હતો. વાસ્તવમાં, આ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રાષ્ટ્રગીત દરમિયાન ચ્યુઇંગ ગમ ચાવતો જોવા મળી રહ્યો છે.

ગુરુવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ ભારત સામેની પ્રથમ વનડેમાં 189 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે ધવન અને ગિલ વચ્ચેની સદીની ભાગીદારીને કારણે 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

શિખર ધવન અને શુભમન ગિલે ભારતને કોઈપણ મુશ્કેલી વિના પ્રથમ વનડે જીતવામાં મદદ કરી હતી. શિખર ધવને 113 બોલમાં 81 રન બનાવ્યા હતા જ્યારે શુભમન ગિલે 72 બોલમાં 82 રન બનાવ્યા હતા.

આ પહેલા ફાસ્ટ બોલર દીપક ચહરની આગેવાની હેઠળના બોલરોના કારણે ભારત 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઈજાને કારણે લગભગ છ મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા ચહરે 27 રનમાં ત્રણ વિકેટ લઈને યજમાન ટીમના ટોપ ઓર્ડરને તોડી પાડ્યો હતો. અક્ષર પટેલ (24 રનમાં 3 વિકેટ) અને પ્રણભવ ક્રિષ્ના (50 રનમાં 3 વિકેટ)એ પણ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને ઝિમ્બાબ્વેને 40.3 ઓવરમાં જ ઠપ કરવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો:અભિનેતા જેણે 17 વાર ‘કૃષ્ણ’ બનીને રચ્યો ઈતિહાસ, લોકો ખરેખર  ભગવાન માનવા લાગ્યા અને પુજા પણ કરતાં !

આ પણ વાંચો:કરણ જોહરની ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાને મળી તક, આ હીરો સાથે જોવા મળશે

આ પણ વાંચો:રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક, ડોક્ટરોએ આપ્યો જવાબ, બસ પ્રાર્થનાનો સહારો