ઘણાબધા સેલિબ્રિટી એવા છે જેમનું ભવિષ્ય નાના પડતાંથી શરૂ થયું હોય,તેમજ તેના દ્રારા તેમનું ભાગ્ય ખૂલ્યું હોય. આવીજ કેટલીક અભિનેત્રીઓએ કપિલ શર્મા શોમાં પોતાની વાત રજૂ કરી હતી.અંકિતા લોખંડેને ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ઘરઆંગણે ઓળખ મળી હતી. આ સીરિયલમાં અંકિતાના પાત્રનંમ નામ અર્ચના હતું તેમજ સુશાંત સિંહ રાજપૂતના પાત્રનું નામ માનવ હતું.
ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે, દિવ્યાંકા ત્રિપાઠી, અનિતા હસનંદાની અને ઉર્વશી ધોળકિયાએ ‘ધ કપિલ શર્મા શો’માં તેમના જીવન સાથે જોડાયેલ કેટલીક વાતો જાહેર કરી હતી. આ અભિનેત્રીઓએ જણાવ્યું કે કેવી રીતે ટીવી ઈન્ડસ્ટ્રીએ તેમનું જીવન બદલી નાખ્યું. ‘ધ કપિલ શર્મા શો’ પર પ્રશંસકો સાથે વાત કરતા, અભિનેત્રી અંકિતા લોખંડેએ ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ હિટ થયા પછી લોકો તરફથી તેને કેવો રિસ્પોન્સ મળ્યો તેનો તેની વાત કરી હતી.
અંકિતાએ જણાવ્યું કે, ‘હું જૂનથી ઓગસ્ટ સુધી શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત હતી અને તે ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન પહેલીવાર મેં લાલબાગચા રાજાની મુલાકાત લેવાનું નક્કી કર્યું. હું ફક્ત સેટ પર જ રહેતી હતી અને મારી માતા સેટ પર મારા માટે નવા કપડાં લાવતી હતી. ત્યાં સુધીમાં, ‘પવિત્ર રિશ્તા’ પ્રસારિત થઈ ચૂકી હતી, પરંતુ મને આ શોને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તેનો કોઈ અંદાજ નહોતો. એક દિવસ મેં લાલબાગચા રાજાના દર્શન માટે જવાનું નક્કી કર્યું. હું ત્યાં ટેક્સીમાં પહોચી અને ત્યાં મને મારી મહેનતનું પરિણામ જોવા મળ્યું.હું અને મારો મિત્ર ટેક્સીમાંથી બહાર નીકળ્યા કે તરત જ લોકો મારી આસપાસ ભેગા થઈ ગયા અને તેઓએ એટલું જ કહ્યું કે અમે તમારા માટે થોડીવારમાં ગણપતિના દર્શન કરાવી દઈશું અને બદલામાં મારે તેમની સાથે કેટલીક તસવીરો ક્લિક કરવાની છે. તે જ ક્ષણે મને અહેસાસ કરાવ્યો કે હું કંઈક બની ગઈ છું.
View this post on Instagram
જ્યારે અભિનેત્રી દિવ્યાંકાએ કહ્યું હતું કે, મારો પહેલો શો ‘બનૂન મેં તેરી દુલ્હન’ હતો અને મને આ ઈન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે છે તેની કોઈ જાણકારી નહોતી. એક દિવસ જ્યારે હું કાર્નિવલ માટે સિંગાપોર ગઈ હતી,ત્યારે મારી મોટી બહેન મને યોગ્ય રીતે ડ્રેસ ન પહેરવા માટે બૂમો પાડી રહી હતી.અમે સાઇટ પર પહોંચ્યા, લોકોએ મારા પાત્રનું નામ ‘વિદ્યા’ બોલવાનું શરૂ કર્યું અને દર્શકોની પ્રતિક્રિયા જોઈને મારી બહેન રડવા લાગી. મેં મારી બહેનને પહેલી વાર રડતી જોઈ અને તે આનંદના આંસુ હતા.
આ સિવાય અભિનેત્રી ઉર્વશીએ કહ્યું કે, મને યાદ છે કે સુરત પાસેના એક નાના ગામમાં મને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી હતી. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે ત્યાં 25,000 લોકો મારી રાહ જોઈ રહ્યા હતા. હું ગભરાઈ ગઈ અને મારી કાર તરફ પાછો દોડી કારણ કે મેં તેની કલ્પના ન કરી હતી. આ બધી ટીવીની શક્તિ છે. આમ બધીજ અભિનેત્રીઓએ પોતાની કારકીદીની દરમિયાનની કેટલીક વાતો ‘ધ કપિલ શર્મા શો’ સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત કરી હતી.
આ પણ વાંચો:ફેન્સથી ગુસ્સે થયો સલમાન ખાન, બોડીગાર્ડે માર્યો માર!
આ પણ વાંચો: 10 એવોર્ડ્ઝ મેળવીને છવાઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
આ પણ વાંચો:ટીવી એક્ટ્રેસે કો-એક્ટર પર લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- ‘લગ્નના બહાને ઘણી વખત કર્યું સેક્સ’
આ પણ વાંચો:અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ બાદ આવ્યો ચુકાદો
આ પણ વાંચો:સ્ટેજ પર પરફોર્મ કરશે ગોવિંદા, કહ્યું- રવિના-કરિશ્મા જેવી અભિનેત્રીઓને કારણે ફિલ્મો બની હિટ