ખુલાસો/ સોનુ સૂદે લકઝુરિયસ કાર અંગે કર્યો ખુલાસો

સોનુ સૂદે લકઝુરિયસ કાર અંગે કર્યો ખુલાસો

Entertainment
sonu sud 1 સોનુ સૂદે લકઝુરિયસ કાર અંગે કર્યો ખુલાસો

અભિનેતા સોનુ સૂદ તેના સારા સ્વભાવ અને તેમની મદદ કરવાની  મનોવૃતિના લીધે તે દેશભરમાં પ્રખ્યાત છે કોરોનાકાળમાં લોકોને બેડ,ઓક્સિજન સહિત અનેક સેવાઓ પુરી પાડી રહ્યા છે. તેમના વિશે એક સમાચાર સોશિયલ મીડિયા  પર વાયરલ થયો છે.એમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોનુએ તેમના  મોટા પુત્ર ઇશાન માટે 3 કરોડની લક્ઝુરિયસ કાર ખરીદી છે. આ દાવામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેમણે ફાધર્સ ડે નિમિત્તે આ કાર તેમના પુત્રને ભેટમાં આપી છે. આ કાર અંગે  સોનુ સૂદે ખુલાસો કર્યો હતો.

સોનુ સૂદે આ વાયરલ થયેલી પોસ્ટ પર ખુલાસો કરતાં કહ્યું હતું કે આ વાત તદન ખોટી છે. મેં મારા પુત્ર માટે કાર ખરીદી નથી. તે કાર અમારા ઘરે ટ્રાયલ માટે આવી હતી. અમે ટ્રાયલ લીધુ . અમે કાર ખરીદી નથી.સોનુ પણ આશ્ચર્યચકિત છે કે ફાધર્સ ડે એંગલ ક્યાંથી આવ્યો. તેણે કહ્યું- ‘પિતાનો દિવસ હું મારા પુત્રને કાર કેમ આપીશ? તેણે મને કાંઈ ન આપવું જોઈએ? મારો દિવસ છે આજે.