સુરત/ ટેક્સટાઇલના વેપારીએ તેમના જન્મદિવસની આ રીતે કરી અનોખી ઉજવણી,જાણો એવું તો શું કર્યું

સંજય મહંત-મંતવ્ય ન્યુઝ કોરોનાની મહામારી અનેક પરિવાર માટે આફતરૂપ સાબિત થઈ છે. અનેક પરિવારોના આધારસ્થંભ ગુમાવ્યો છે. કોરોનાની આ બિમારીએ ઘણા બાળકોને નિરાધાર બનાવ્યા છે. તેમના માથેથી હંમેશા માટે માતાપિતાનો આશરો છીનવાઈ ગયો છે.ત્યારે આવા બાળકો માટે સુરતના એક કાપડ વેપારી આગળ આવ્યા છે.અને પોતાના જન્મદિવસે બાળકોનું શિક્ષણ ખર્ચ પોતે ઉઠાવ્યો છે. સુરતના ટેક્સટાઇલ વેપાર […]

Gujarat Surat
Untitled 76 ટેક્સટાઇલના વેપારીએ તેમના જન્મદિવસની આ રીતે કરી અનોખી ઉજવણી,જાણો એવું તો શું કર્યું

સંજય મહંત-મંતવ્ય ન્યુઝ

કોરોનાની મહામારી અનેક પરિવાર માટે આફતરૂપ સાબિત થઈ છે. અનેક પરિવારોના આધારસ્થંભ ગુમાવ્યો છે. કોરોનાની આ બિમારીએ ઘણા બાળકોને નિરાધાર બનાવ્યા છે. તેમના માથેથી હંમેશા માટે માતાપિતાનો આશરો છીનવાઈ ગયો છે.ત્યારે આવા બાળકો માટે સુરતના એક કાપડ વેપારી આગળ આવ્યા છે.અને પોતાના જન્મદિવસે બાળકોનું શિક્ષણ ખર્ચ પોતે ઉઠાવ્યો છે.

સુરતના ટેક્સટાઇલ વેપાર સાથે જોડાયેલા કાપડ વેપારી દાનવીર બની આગળ આવ્યા છે આ કાપડ વેપારી નુ નામ છે સમ્રાટ પાટીલ. ટેકસટાઇલ બિઝનેસ સાથે જોડાયેલા વેપારી સમ્રાટ પાટીલે તેમનો 37 મો જન્મદિવસ આવા નિરાધાર થયેલા બાળકો સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું.અને જન્મદિવસે આવા 21 બાળકોના ભણતરનો તમામ ખર્ચ તેમણે પોતાના માથે ઉઠાવ્યો છે.જી હા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોએ કોરોનમાં પોતાના પિતા કે માતા ગુમાવ્યા છે તેમના શાળાની તમામ ફી અને ઓનલાઈન શિક્ષણ ન અટકે માટે મોબાઈલનો રિચાર્જ નો તમામ ખર્ચ તાત્કાલિક તેમણે ચૂકવી આપ્યો છે અને આજે આ પરિવારોને તેઓ દ્વારા ચેક આપવામાં આવ્યા હતા.

પોતાને આર્થિક સંકટમાં સપડાય રહેલ પરિવારને સહાય મળતા તેઓ હાશકારો અનુભવ્યો હતો.સહાય મેળવનાર પરિવારને પોતાના બાળકની ભણતરની સતાવી રહેલ ચિંતા પણ દૂર થઈ હતી.અને આ પ્રકારના કાર્યથી પરિવાર ને પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકવાની આશ જીવંત થઈ હતી.ત્યારે સાંભળીએ શુ કરી રહયા છે સહાય મેળવનાર પરિવાર પાસેથી

માતા કે પિતા અથવા માતાપિતા બંનેની છત્રછાયા ગુમાવી છે તેવા 21 વિદ્યાર્થીઓને આજે દર બાળક દીઠ 15000 ની રકમના ચેક સમ્રાટ પાટીલ દ્વારા ચેક અર્પણ કરાયા હતા. આ સાથે 5 લાખ થઈ વધુ ની રકમનું તાત્કાલિક વિદ્યા પાછળ દાન કરી પોતાના જન્મ દિવસને ખાસ બનવાનો પ્રયાસ કર્યો હતો.