Not Set/ ઐતિહાસિક ગાંધીબાગમાં થઇ આ કિંમતી વસ્તુની ચોરી..જાણો

સુરત મહાનગર પાલિકાના હસ્તક ઐતિહાસિક ગાર્ડનમાંથી ચંદનના ઝાડની ચોરી થઇ છે. આ ચોરી મામલે સમગ્ર શહેરમાં ખળભળાટ થઇ ગયો છે. આ ચોરી હાલમાં ટોક ઓફ ધ નેશન બની છે

Gujarat
20 1 ઐતિહાસિક ગાંધીબાગમાં થઇ આ કિંમતી વસ્તુની ચોરી..જાણો

સુરત મહાનગર પાલિકાના હસ્તક ઐતિહાસિક ગાર્ડનમાંથી ચંદનના ઝાડની ચોરી થઇ છે. આ ચોરી મામલે સમગ્ર શહેરમાં ખળભળાટ થઇ ગયો છે. આ ચોરી હાલમાં ટોક ઓફ ધ નેશન બની છે. પાલિકાના ગાર્ડન વિભાગની વહીવટી ઓફિસ ધરાવતા ઐતિહાસિક ગાંધીબાગમાં વધુ એક વખત ‘પુષ્પા’ ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના 2 વૃક્ષ ચોરાયા છે. 4 દિવસ બાદ પણ પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. એટલું જ નહીં વર્ષે 3.50 કરોડનો ખર્ચ સિક્યોરિટી એજન્સી પાછળ થાય છે છતાં ગાંધી બાગમાં 5 માસમાં જ બીજી વખત ચંદનના વૃક્ષની ચોરી થતા ચંદનના 15 વૃક્ષ હવે ઘટીને 10 થયા છે.

ગત તા. 25મી જાન્યુ.ની રાત્રે અને 26મી જાન્યુ.ની સવારે દરમિયાન કોઇ અજાણ્યાએ ગાંધીબાગમાંથી ચંદનના 2 વૃક્ષની ચોરી કરી હતી. પાલિકા અધિકારીઓને જાણ કરાઇ છતાં ગાર્ડન તેમજ વોચ એન્ડ વોર્ડના અધિકારીઓ કાયદેસર કાર્યવાહી માટે એક-બીજાને ટપલી દાવ આપી રહ્યાં છે.

વિભાગે કહ્યું કે, ગાંધી બાગમાં દરેક પોઇન્ટ મળી 30 CCTV છે.રાઉન્ડ ધ ક્લોક ત્રણ શીપમાં 9 સિક્યોરિટી ગાર્ડ 24 કલાક તૈનાત રહે છે તેમ છતાં ચંદનના વૃક્ષની ચોરી અટકી નથી. ગાંધીબાગમાં સુરક્ષા વ્યવસ્થા માટે જવાબદાર બનાસ સિક્યોરિટી પાછળ વર્ષે 3.50 કરોડ ખર્ચ થતો હોવાનું વિભાગીય અધિકારીએ જણાવી ચંદનની ચોરીના પ્રકરણમાં એજન્સી સામે જ FIR કરવા નોંધ કરી છે. આ અંગે વોચ એન્ડ વોર્ડ વિભાગની નિરસતાના લીધે ગાંધીબાગમાં હવે માત્ર 10 ચંદનના વૃક્ષ રહી ગયા છે..ત્યારે હાલ તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.