Not Set/ રાજ્યમાં શનિવારે અલગ અલગ થયેલા 4 અકસ્માતમાં 7 લોકોના મોત

અમદાવાદઃ રાજ્યમાં એક દિવસમાં અલગ અલગી અકસ્માતના બનાવમાં 7 લોકોના મોત થયા છે. જેમા તારાપુર હાઇવે પર એક કાર ટ્રકની પાછળ ઘૂસી જતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. ગાંધીનગર અમદાવાદના સરખેજ હાઇવે પર એક્ટિવાને ટ્રકે અડફેટે લેતા એક શખ્સનું મોત થયું હતું. બનાસકાંઢાના અમીરગઢમાં પાસે વાહનની ટક્કરે એક વૃદ્ધાનું મોત થયું હતું. […]

Gujarat
IMG 20170128 074059 1 રાજ્યમાં શનિવારે અલગ અલગ થયેલા 4 અકસ્માતમાં 7 લોકોના મોત

અમદાવાદઃ રાજ્યમાં એક દિવસમાં અલગ અલગી અકસ્માતના બનાવમાં 7 લોકોના મોત થયા છે. જેમા તારાપુર હાઇવે પર એક કાર ટ્રકની પાછળ ઘૂસી જતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. ગાંધીનગર અમદાવાદના સરખેજ હાઇવે પર એક્ટિવાને ટ્રકે અડફેટે લેતા એક શખ્સનું મોત થયું હતું.

બનાસકાંઢાના અમીરગઢમાં પાસે વાહનની ટક્કરે એક વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે સૂરતમાં હિટ એન્ડ રનના કેસમાં એક ઉધના વિસ્તારમાં ટેમ્પો ચાલકે મહિલાનું અડફેટે લેતા મોત થયું હતું.

સુરત ઉધના વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનના કેસમાં મહિલાનું મોત થયું હતું. આઇસર ટેમ્પોએ ચાલકે રાજસ્થાનની મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ  કમકમાટી ભર્યું મોત થયું હતું.

આણંદના તારાપુરના વાટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ તારાપુર વાટમણ હાઇવે પર ટ્રક વાછળ કાર ઘુસી ગઇ હતી જેમા કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ગંભીર રીતે ઘાયલને સારવાર માટે નજીકના હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગરના સરખેજ હાઇવે પર ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લઇને અકસ્મત સર્જ્યો હતો. જેમા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

એક્ટીવા ચાલક પાર્કીગ કરતી વખતે ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. જેમા એક્ટિવા ચાલકનું મોત થતા ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.