Ahmedabad/ ટ્રાફિક પોલિસે જ કર્યો ટ્રાફિક જામ

અમદાવાદમાં ખરા બપોરે ટ્રાફિકજામનાં દ્રશ્યો પરીમલ ચાર રસ્તા પાસે જોવા મળ્યા હતા. ટ્રાફિક જામ કેમ થયુ તેનું કારણ જાણીને આપ પણ ચોંકી જશો. અહી ટ્રાફિક પોલીસ જ ખુદ કરી રહી હતી ટ્રાફિક…

Ahmedabad Gujarat
Makar 40 ટ્રાફિક પોલિસે જ કર્યો ટ્રાફિક જામ

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ

અમદાવાદમાં ખરા બપોરે ટ્રાફિકજામનાં દ્રશ્યો પરીમલ ચાર રસ્તા પાસે જોવા મળ્યા હતા. ટ્રાફિક જામ કેમ થયુ તેનું કારણ જાણીને આપ પણ ચોંકી જશો. અહી ટ્રાફિક પોલીસ જ ખુદ કરી રહી હતી ટ્રાફિક.

જે રીતે માસ્ક ન પહેરતા લોકો સામે દંડ ઉઘરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોની પાસેથી માસ્ક ન પહેર્યા હોય તો દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આજે ટ્રાફિક પોલીસનાં સ્ટાફનાં લોકો એટલી હદે દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા કે, પરિમલ પાસે નો સમગ્ર રસ્તો ટ્રાફિકથી ભરાઈ ગયો હતો અને એક બાજુ જ્યારે ટ્રાફિક પોલીસની જવાબદારી હોય છે કે ટ્રાફિક રોડ ઉપર ન થવા દેવામાં આવે, પરંતુ દંડ વસૂલવામાં એવા તો કેવા મસ્ત કે રસ્તા પર ટ્રાફિક જ ના દેખાયો. એટલી હદે દંડ વસૂલવામાં ટ્રાફિક પોલીસનાં જવાનો જોવા મળ્યા કે જેમાં રોડ ઉપરનો ટ્રાફિક ક્લિયર કરાવવાનું જ કદાચ ભૂલાઈ ગયું અને ખુદ ટ્રાફિકનો નિયમ ભંગ કરતા હોય તેવુ જોવા મળ્યું હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો