ચુકાદો/ ટ્રેન લેટ પડતા મુસાફરની ફ્લાઇટ થઇ મીસ, સુપ્રીમ કોર્ટે રેલવેને આપ્યો આ આદેશ

ઉત્તરી રેલવેએ મુસાફરને ટેક્સીના ખર્ચ રૂ .15,000, ટિકિટના ખર્ચ રૂ. 10,000 અને માનસિક વેદના અને મુકદ્દમા ખર્ચ તરીકે રૂ. 5,000 ચૂકવવા પડશે

Top Stories
રેલવે ટ્રેન લેટ પડતા મુસાફરની ફ્લાઇટ થઇ મીસ, સુપ્રીમ કોર્ટે રેલવેને આપ્યો આ આદેશ

ભારતમાં ટ્રેનો તેના સમય કરતા લેટ હોવી તે સામાન્ય બાબત છે. પરંતુ એક મુસાફર ટ્રેનના કારણે ફ્લાઇટ ચુકી ગયો અને તેના માટે કોર્ટે રેલવેને રૂપિયા 30 હજાર મુસાફલને આપવાની તાકિદ કરી છે. મુસાફર જમ્મુથી શ્રીનગર જતી ફ્લાઈટ અજમેર-જમ્મુ એક્સપ્રેસ ટ્રેન ચાર કલાક લેટ પડતા  ચૂકી ગઈ હતી.

વળતરનો હુકમ  જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ ફોરમ, અલવર અને ત્યારબાદ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ, નવી દિલ્હી દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ ઉત્તર રેલવેએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, જેના પર જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝે ચુકાદો આપ્યો.

ઉત્તરી રેલવેએ ટેક્સીના ખર્ચ રૂ .15,000, ટિકિટના ખર્ચ રૂ. 10,000 અને માનસિક વેદના અને મુકદ્દમા ખર્ચ તરીકે રૂ. 5,000 ચૂકવવા પડશે. ટ્રેન મોડી હોવાથી ફરિયાદીની ફ્લાઇટ ચૂકી ગઇ હતી. તેમને ટેક્સી દ્વારા શ્રીનગર જવું પડ્યું અને એર ટિકિટ તરીકે રૂ .9,000 નું નુકસાન સહન કરવું પડ્યું. તેને ટેક્સીના ભાડામાં 15,000 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. આ સિવાય ડાલ તળાવમાં શિકારાના બુકિંગ માટે 10 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું.

એડિશનલ સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે ટ્રેન લેટ થવાને રેલવેની સેવામાં ખામી કહી શકાય નહીં. આ અંગે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે રેલવેએ પુરાવા આપવાના રહેશે અને દર્શાવવું પડશે કે ટ્રેનના વિલંબના કારણો નિયંત્રણ બહાર હતા. રેલવે આમ કરવામાં નિષ્ફળ રહી. ખંડપીઠે કહ્યું કે, તેમાં કોઈ વિવાદ હોઈ શકે નહીં કે દરેક મુસાફરનો સમય મૂલ્યવાન છે અને તેણે વર્તમાન કેસની જેમ આગળની મુસાફરી માટે ટિકિટ લીધી હશે.

ખંડપીઠે કહ્યું, “સ્પર્ધા અને જવાબદારીનો સમય છે. જો સરકારી પરિવહન અસ્તિત્વ ધરાવે છે અને ખાનગી વાહનો સાથે સ્પર્ધા કરે છે, તો તેઓએ તેમની સિસ્ટમ અને કાર્ય પધ્તિમાં  સુધારો કરવો પડશે. નાગરિકો અને મુસાફરોને સત્તા અને વહીવટની દયા પર છોડી શકાય નહીં. કોઈએ જવાબદારી લેવી પડશે. “