ચેતવણી/ કાશ્મીરમાં સરકારની કાર્યવાહીથી TRF આતંકવાદી સંગઠન ગભરાયું, ભાજપના 18 નેતાઓની હિટ લિસ્ટ જાહેર કરી આપી ધમકી

વિસ્થાપિત કાશ્મીરી હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ બાદ ગુરુવારે તેણે ઘાટીમાં સક્રિય ભાજપના 18 નેતાઓની હિટલિસ્ટ બહાર પાડિ મોતની ધમકી આપી છે.

Top Stories India
 kashmir

 kashmir:    કાશ્મીરમાં આતંકનો પર્યાય બની ગયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ની હિંમત સતત વધી રહી છે. વિસ્થાપિત કાશ્મીરી હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ બાદ ગુરુવારે તેણે ઘાટીમાં સક્રિય ભાજપના 18 નેતાઓની હિટલિસ્ટ બહાર પાડિ મોતની ધમકી આપી છે.આ જાહેર કરાયેલી યાદીના લીધે સમગ્ર કાશ્મીરમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. સરકારે સત્વરે પગલાં લઇને સુરક્ષા વધારી દીધી છે

બારામુલ્લા અને કુપવાડાના નેતાઓને આતંકવાદીઓની ચેતવણી

તમામ નેતાઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં જ સક્રિય છે. તેમાંથી એક કાશ્મીરી હિન્દુ (Hindus) મહિલા અને બે શીખ સમુદાયની છે અને બાકીના બધા કાશ્મીરી મુસ્લિમ છે. પોલીસે ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોની સુરક્ષા વધારી દીધી છે.

TRF એ નેતાઓની માહિતી જાહેર કરી

ઉલ્લેખનીય છે  કે લશ્કર-એ-તૈયબાની હિટ ટુકડી માનવામાં આવતી TRF એ પોતાના ઓનલાઈન મુખપત્ર કાશ્મીર ફાઈટ પર ભાજપના નેતાઓની હિટલિસ્ટ જાહેર કરી છે. જેમાં તમામ નેતાઓના નામ, ઘર અને વિસ્તાર અને ટેલિફોન નંબરની વિગતો આપવામાં આવી છે.

સરકારની કાર્યવાહીથી આતંકવાદીઓમાં રોષ

કાશ્મીરમાં આતંકવાદીઓનો (terrorists) સફાયો કરવામાં આવી રહ્યો છે, ભારતીય સેના હાલ આતંકવાદીઓની કમર તોડવા માટે તમામ કાર્યવાહી કરી છે જેના લીધે આતંકવાદી સંગઠનો બોખલાઇ ગયા છે જેના લીધે ટાર્ગેટ કિલીંગ કરી રહ્યા છે, અને મજૂરા અને કાશ્મીરમાં જે ભાજપ સાથે જોડાયેલા છે તેઓ પર ખાસ હુમલા કરી રહ્યા છે. સરકારની કામગીરીથી આતંકવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારની કાર્યવાહી સામે આ ધમકી આપવામાં આવી રહી છે.  આતંકવાદી સંગઠને કહ્યું કે આ માત્ર ટૂંકી યાદી છે. કેટલાક ગરીબ માનસિકતા ધરાવતા સ્થાનિક લોકો કાશ્મીરીઓના બલિદાનનો વેપાર કરી રહ્યા છે. અહીં સરકાર તેમનો ઉપયોગ કરી રહી છે.

રાજસ્થાન/કન્હૈયાલાલ મર્ડર કેસમાં NIAએ બે પાકિસ્તાન નાગરિક સહિત 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી

China/ચીનમાં કોરોનાની ભયાવહ સ્થિતિ, આ શહેરોમાં કોરોના વિસ્ફોટ,જાણો વિગત

Baba Vanga Prediction 2023/ 2023 માટે બાબા વેંગાની ચેતવણી, લાખો લકોના થશે મૃત્યુ

Broken Bones From Coughing/ઉધરસ ખાતા જ મહિલાના તૂટ્યા 4 હાડકાં, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

નિવેદન/કર્ણાટકના મુખ્યમંત્રીએ શિવસેનાના આ દિગ્ગજ નેતાને કહ્યા દેશદ્રોહી