Not Set/ ટ્રિપલ તલાક પણ મુસ્લિમ બાનુને ન્યાય ‘ન’ અપાવી શક્યો, ના તલાક આપ્યા, ના ભરણ પોષણ મળી માત્ર શારીરિક પીડા

ટ્રિપલ તલાક નો કાયદો આવતા મુસ્લિમ મહિલાઓ ટ્રિપલ તલાકમાંથી મુક્તિ મેળવશે, હવે તેમણે તલાકની યાતના સહન નહીં કરવી પડે … વિગેરે વિગેરે સુફિયાની ઘણી વાતો લોક મુખે સાંભળવા મળી હતી. પરંતુ તેનાથી પણ ગંભીર બાબત સાબરકાંઠા  જિલ્લાના હીમતનગર ખાતે ઉજાગર થઈ છે. નૂરજંહા (ઉમર30) નામ ધરાવતી મુસ્લિમ બાનુના લગ્ન  સમાજના રીતિ રિવાજ મુજબ ઇદરીશ મન્સૂરી […]

Top Stories Gujarat Others
talaq ટ્રિપલ તલાક પણ મુસ્લિમ બાનુને ન્યાય ‘ન’ અપાવી શક્યો, ના તલાક આપ્યા, ના ભરણ પોષણ મળી માત્ર શારીરિક પીડા

ટ્રિપલ તલાક નો કાયદો આવતા મુસ્લિમ મહિલાઓ ટ્રિપલ તલાકમાંથી મુક્તિ મેળવશે, હવે તેમણે તલાકની યાતના સહન નહીં કરવી પડે … વિગેરે વિગેરે સુફિયાની ઘણી વાતો લોક મુખે સાંભળવા મળી હતી. પરંતુ તેનાથી પણ ગંભીર બાબત સાબરકાંઠા  જિલ્લાના હીમતનગર ખાતે ઉજાગર થઈ છે.

નૂરજંહા (ઉમર30) નામ ધરાવતી મુસ્લિમ બાનુના લગ્ન  સમાજના રીતિ રિવાજ મુજબ ઇદરીશ મન્સૂરી સાથે થયા હતા. પરંતુ પુરુષ નામના ભમરાને અસ્મા નામની યુવતી સાથે પ્રેમ  પાંગર્યો,

અને પછી નાના શહેરમાં વાયુ વેગે વાત નૂરજંહા  પાસે  પહોચી. નુરજંહા એ આ વાત નો  વિરોધ કર્યો,  તો ઘરે શરૂ થયો કંકાસ ..  મારઝૂડ … અને એક દિવસ માર મારી નૂરજનહાને  ઘરમાંથી તેની માસૂમ દીકરી સાથે કાઢી મૂકવામાં આવી.

talaq1 ટ્રિપલ તલાક પણ મુસ્લિમ બાનુને ન્યાય ‘ન’ અપાવી શક્યો, ના તલાક આપ્યા, ના ભરણ પોષણ મળી માત્ર શારીરિક પીડા

લાચાર નુરજંહા ફરી થી પોતાના પિયર એટ્લે કે  પોતાના કાકા-કાકી સાથે આવી ને રહે છે, આ વાત ને બે વર્ષ  જેટલો સમયગાળો થઇ ચૂક્યો છે.

સામે નૂરજંહાના પતિ એ અસ્મા સાથે લગ્ન કરીને પોતાની નવી જિંદગી શરૂ કરી છે. તો નૂરજંહા એ પોતાના અને બાળકીના ભરણ પોષણ ની માંગણી કરતો કેસ કર્યો છે. કોર્ટમાં કેસ ચાલ્યો..

આટલે સુધી તો વાત સમજાય… પણ હવે નૂરજંહાને પૈસા ના ચૂકવવા પડે તે માટે તેના પતિ તરફથી વારંવાર કોર્ટમાં કેસ પાછો ખેચવા માટે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ નુરજંહા એક ની બે ના થતાં  ગત 18 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે નૂરજંહા, તેના કાકા કાકી અને તેમના બે દીકરા ઘરે જ હતા. તેવા સમયે ઘરની બહાર રોડ પર અસ્મા તેના પિતા તેના ભાઈ અને નૂરજંહાના કહેવાતા પૂર્વ પતિ અને તેના પિતા  વિગેરે એ ભેગા મળીને નૂરજંહા અને તેના પરિવારજ્નોને બીભત્સ ગાળો બોલતા પરિવારના સભ્યો બાહર આવી ગયા હતા. અને આ તકનો લાભ લઈને તમામે ભેગા મળીને નૂરજંહા અને તેના પરિવારજનો પર  તૂટી પડ્યા હતા. જેમાં નૂરજંહાને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હીમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

હીમતનગર ગ્રામ્ય પોલીસે આ ઘટનાની ફરિયાદ નોધીને વધુ તપસ હાથ ધરી છે. રહેણાંક વિસ્તાર માં લાગેલા સીસીટીવી માં પણ આ સમગ્ર ઘટના કેદ થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.