Not Set/ યુ ટર્ન એ રાજકારણીઓનું કાયમી લક્ષણ !!!

કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તેણે નિર્ણયો લેતા પહેલા કે તેની જાહેરાત કરતા પહેલા બરાબર અભ્યાસ કે નિષ્ણાતોનો મત જાણીને અગર તો લોકોમાં તેના કેવા પ્રતિભાવો પડશે તે જાણીને નિર્ણય લેવો જાેઈએ

Trending
nirmala sitharaman1 1 1 યુ ટર્ન એ રાજકારણીઓનું કાયમી લક્ષણ !!!
  • બચત પરના વ્યાજ ઘટાડા અંગે ગણતરીના કલાકોમાં ફેરવી તોળ્યું
  • શ્રમજીવી કાયદાનો અમલ મોકુફ રાખ્યો સહિતના કેન્દ્ર અને રાજ્ય સરકારોના અનેક નિર્ણયોની અમલ મોકુફીની જાણવા જેવી વાતો

કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તેણે નિર્ણયો લેતા પહેલા કે તેની જાહેરાત કરતા પહેલા બરાબર અભ્યાસ કે નિષ્ણાતોનો મત જાણીને અગર તો લોકોમાં તેના કેવા પ્રતિભાવો પડશે તે જાણીને નિર્ણય લેવો જાેઈએ અને ત્યારબાદ તેના પ્રતિભાવો કેવા પડશે તે બાબતનો પણ બરાબર ખ્યાલ રાખવો જાેઈએ કેન્દ્ર સરકાર દ્વારા પીપીએફ, નાની બચત યોજના સહિત પાંચ જેટલી બચત યોજનાઓના વ્યાજના દરમાં ઘટાડો કરવાની સત્તાવાર જાહેરાત થઈ. ગુરૂવારના મોટાભાગના અખબારોએ આ સમાચારને મહત્વ પણ આપ્યું. બુધવારની રાતે ઘણી ટીવી ચેનલો પર આની ચર્ચા પણ થઈ પરંતુ બુધવારે રાત્રે કેન્દ્રના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને આ નિર્ણય ફેરવવાની જાહેરાત કરી હતી અને વ્યાજનો દર યથાવત જ રહેશે તેવો સ્પષ્ટ સંકેત પણ આપી દીધો. ટુંકમાં સીધી સાદી અને સરળ ભાષામાં કહીએ તો સરકારે આ અંગે ‘યુ ટર્ન’ લીધો. કારણ કશું અપાયું નથી. પરંતુ મધ્યમ વર્ગના અને ખેડૂતોને અસરકર્તા કરોડો લોકોને આની અસર થતી હતી તેના કારણે કેન્દ્ર સરકારને આ નિર્ણય ફેરવવો પડ્યો.

himmat thhakar 1 યુ ટર્ન એ રાજકારણીઓનું કાયમી લક્ષણ !!!

હવે આ બાબતની ચર્ચા લોકોમાં ચાલુ છે. ત્યાં બીજા એ અહેવાલ આવ્યા કે કેન્દ્ર સરકારે શ્રમજીવીઓ અંગેના જે ચાર કાયદા ઘડ્યા છે. સંસદે પસાર કર્યા છે તેનો અમલ પણ હાલ તૂરંત મોકુફ રાખવાની જાહેરાત કરી છે. આ કાયદાઓની સંખ્યાબંધ જાેગવાઈઓ એવી છે કે જે શ્રમજીવીઓના કામના કલાક પર અસર કરતી હતી. વેતન પર પણ અસર કરતી હતી તેવું ઘણા જાણકારોનું કહેવું છે. ડાબેરીઓએ તો તેના રાષ્ટ્રવ્યાપી આંદોલનના પણ મંડાણ કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ તો ઠીક પરંતુ સત્તાધારી પક્ષ સાથે જાેડાયેલ યુનિયને આ અંગે કેટલાક સ્થળે આવેદનપત્ર આપીને આ શ્રમજીવી કાયદાનો અમલ મોકુફ રાખવાની જાહેરાત કરી છે.

20150314 BBP001 0 યુ ટર્ન એ રાજકારણીઓનું કાયમી લક્ષણ !!!

ડાબેરી સંગઠનોએ તો આ આંદોલનને કૃષિ કાયદા વિરોધી આંદોલન સાથે અગાઉથી જાેડી જ દીધું છે. જાેકે આમ છતાં ડાબેરી સંગઠનોએ તો એવી સ્પષ્ટ જાહેરાત પણ કરી દીધી છે કે આ કાયદાઓ મોકુફ રાખવાને બદલે તેને સંપૂર્ણપણે રદ કરવા જાેઈએ. આ સંગઠનો દ્વારા તો ઘણા સ્થળોએ આ શ્રમજીવી વિરોધી કાયદાની હોળી પણ કરાઈ હતી. જાે કે દિલ્હીના એક – બે અખબારોમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો અનુસાર કાયદાની અમલ મોકુફી માટેનું કારણ બીજું કાંઈ નથી પરંતુ પાંચ રાજ્યોની વિધાનસભાની અને તેમાંય ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી કે જે એપ્રિલના અંત સુધી ચાલવાની છે તેજ છે તે વાતનો ઈન્કાર થઈ શકે તેમ નથી.

આજથી દોઢ વર્ષ કેન્દ્ર રાજ્ય સરકારે નાગરિકતા સંશોધન ધારો પસાર કર્યો. સીએએ નામે ઓળખાતા આ કાયદા સામે દિલ્હીમાં શાહીનબાગ સહિતના વિસ્તારોમાં આંદોલન ચાલ્યું. દોઢ બે માસ કરતા વધુ સમય સુધી ચક્કાજામ જેવી સ્થિતિ રહી. આ સમય ગાળામાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષની હાર પણ થઈ. જાે કે સીએએનો અમલ આડકતરી રીતે મોકુફ રખાયો છે. જાે કે આગેવાનો દ્વારા તે અંગે પ્રચાર ચાલુ છે. ભાજપના આસામમાં આ ધારાનો અમલ થશે તેવી વાત કરે છે તો પશ્ચિમ બંગાળમાં અમૂક વિસ્તારોમાં આ કાયદાનો અમલ થશે તેવી વાતો કરી છે તો બીજી બાજુ અમુક વિસ્તારોમાં પ્રચાર કરવા જાય ત્યારે સીએએની અમલ મોકુફીની વાત દોહરાવે છે. જાેકે આ કાયદો રદ થશે કે નહિ અથવા તો તેની અમલ મોકુફી કાયમી રહેશે તે અંગે મગનું નામ મરી પાડતા નથી જ્યારે બીજી બાજુ કોંગ્રેસના આગેવાનો આસામમાં છડેચોક એવી ખાતરી આપી રહ્યા છે કે આસામમાં જાે કોંગ્રેસ સત્તાપર આવશે તો આસામમાં સીએએનો અમલ નહિ થાય. જાે કે એકાદ બે અપવાદ રૂપ રાજ્યોને બાદ કરતા બીન ભાજપી પક્ષોના શાસનવાળા રાજ્યોના વડાઓ આ કાયદો પોતાના રાજ્યોમાં અમલ નહિ બને તેવી જાહેરાત કરી ચૂક્યા છે.

shutterstock 1871643523 645x430 1 યુ ટર્ન એ રાજકારણીઓનું કાયમી લક્ષણ !!!

જ્યારે સરકારે ત્રણ કૃષિ કાયદા કે જેની જાેગવાઈઓ સંપૂર્ણ પણે અસ્પષ્ટ હતી. તે કાયદો કેન્દ્રીય કેબિનેટે મંજૂર કર્યા ત્યારથી પંજાબમાં ખેડૂત આંદોલન શરૂ થયું. સત્તાધારી ગઠબંધનનું સૌથી જૂનુ ઘટક અકાલીદળ પણ આનાથી અલગ પડ્યું બીજા બે નાના પ્રાદેશિક કક્ષાના પક્ષોએ ગઠબંધનથી છેડો ફાડ્યો દિલ્હીમાં છેલ્લા ૧૨૦ દિવસ કરતા વધુ સમયથી કોરોનાના કહેર વચ્ચે પણ ખેડૂત આંદોલન ચાલુ છે અને હવે તો તે રાજ્યોવાર શરૂ થાય તેવા એંધાણો મળી ચૂક્યા છે આંદોલનનો વિસ્તાર ગમે ત્યારે થઈ શકે છે પહેલા આંદોલનનું સ્થળ દિલ્હી હતું હવે વિવિધ રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યું છે. અત્યારે તો કોર્ટની સમિતિએ કૃષિ કાયદાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપી દીધો છે. જાેકે આ કૃષિ કાયદા અંગે ૪૦ જેટલા ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે વાટાઘાટોના ૧૦થી વધુ રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે. સરકાર સુધારા કરવા તૈયાર છે. પણ આ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા તૈયાર નથી તો બીજી બાજુ ખેડૂતો ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની પોતાની માગણીને વળગી રહ્યા છે. બીનરાજકીય ઢબની શરૂ થયેલા આ આંદોલનને હવે તો લગભગ તમામ વિપક્ષોનો ટેકો મળી ચૂક્યો છે. ગુજરાત જેવા એક બે સ્થળોએ સ્થાનિક ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં મળેલી જીતને કૃષિ કાયદાને ખેડૂતોએ સ્વીકારી લીધાની વાતો વ્યાજબી હોવાની વાત વિપક્ષો નહિ પરંતુ લોકો પણ કહે છે.

ગુજરાતમાં અનલોકના વિવિધ તબક્કાઓ દરમિયાન અને તેમાંથી ખાસ કરીને શાળાઓ શરૂ કરવાની બાબતમાં અનેક નિર્ણયો લેવાઈ ચૂક્યા હતા જેને માત્ર ટૂંકાગાળામાં ફેરવવા પડ્યા હતા. રાજસ્થાન, પંજાબ, છતીશગઢ જેવા કોંગ્રેસ શાસિત રાજ્યો અને ઓરિસ્સા આંધ્ર તેલંગણા જેવા બીન કોંગ્રેસ અને બીન ભાજપી રાજ્યોમાં પણ આવું એકથી વધુ વખત બની ચૂક્યું છે. જેમાં એકયા બીજા પ્રાદેશિક પક્ષની સરકારોને પોતાના નિયમોમાં પરિવર્તન કરવું પડ્યું હોય અથવા તો પોતાના નિર્ણયોને ફેરવવા પડ્યા હોય. હવે પહેલા નિર્ણય લીધા બાદ તેને ફેરવવાની બાબતમાં આપણા રાજકારણીઓ ભલે પછી તે ગમે તે પક્ષના હોય તેઓ નિષ્ણાત છે તેતો કહેવું જ પડે.