ગુજરાત/ રાજકોટમાં પોલીસની અનોખી પહેલ, 2 દિવસમાં 9 અધિકારીઓ-કર્મચારીઓએ દર્દીઓને કર્યુ પ્લાઝમાં ડોનેટ

રાજ્યમાં કોરોના ના કારણે સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ બનતી જઈ રહી છે. હોસ્પિટલ માં બેડ્સ, ઓક્સિજન અને ઇન્જેક્શનની ઘટ પડતી જઈ રહી છે. ત્યારે હવે રાજ્યના અલગ-અલગ શહેરોમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દોડતું થયું છે.

Trending
123 86 રાજકોટમાં પોલીસની અનોખી પહેલ, 2 દિવસમાં 9 અધિકારીઓ-કર્મચારીઓએ દર્દીઓને કર્યુ પ્લાઝમાં ડોનેટ

રાજ્યમાં કોરોના ના કારણે સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ બનતી જઈ રહી છે. હોસ્પિટલ માં બેડ્સ, ઓક્સિજન અને ઇન્જેક્શનની ઘટ પડતી જઈ રહી છે. ત્યારે હવે રાજ્યના અલગ-અલગ શહેરોમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દોડતું થયું છે. આ વચ્ચે રાજકોટ થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકારણ / દેશમાં સંકટ માત્ર કોરોના જ નહીં પણ કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓ છે: રાહુલ ગાંધી

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં રાજકોટના નવ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના પ્લાઝ માં દર્દીઓ ને ડોનેટ કર્યું છે. આ પ્લાઝમા ડોનેટ કરવા બદલ કર્મચારીઓને પોલીસ કમિશનર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેટલું જ નહીં પોલીસ કમિશનર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે, પ્લાઝમા ની જરૂર પડે તો રાજકોટ શહેર પોલીસ મદદ જરૂર કરશે.

માણસાઇનું શ્રેષ્ઠ ઉદાહરણ / આ છે અસલી હીરો, જે બાળકનો બચાવ્યો જીવ હવે તે બાળકને આપશે ઈનામની અડધી રકમ

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે બદતર થતી જાય છે. સતત હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનોની ચિચિયારીઓ સાંભળવા મળે છે. રોજ લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. આ દોર યથાવત રહ્યો છે. 24 કલાકમાં 73 દર્દીના મોત  થયા છે. આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 77 દર્દીના મોતમાં 11 દર્દીના કોવિડમાં મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 28823 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4910 દર્દી સારવાર હેઠળ છે. આજે બપોર સુધીમાં નવા 280 કેસ નોંધાયા છે.

OMG! / લો બોલો!! કોરોનાનાં નામ પર અહી કૂતરાને આપવામાં આવતી રસી લગાવવામાં આવી

રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ મહાનગરપાલિકાની થયેલી સુચનાનુસાર તમામ હોસ્પિટલની તત્કાલ ઉપસ્થિત થતી ઓક્સિજનની જરૂરીયાત અન્વયે ઓક્સિજન ગેસ ઉત્પાદક, સપ્લાયર અથવા વિક્રેતાના ઓક્સિજન વ્હીકલ ગોંડલ ચોકથી માધાપર ચોક સુધી બી.આર.ટી.એસ. ડેડીકેટેડ બસ લેનનો ઉપયોગ ઉક્ત નિયત થયેલ જાહેર સેવાને અનુલક્ષીને કરી શકશે. રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લી. દ્વારા બી.આર.ટી.એસ. તથા શહેરી બસ સર્વિસનું સંચાલન કરીને રાજકોટ શહેરની જાહેર જનતાને જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

Untitled 39 રાજકોટમાં પોલીસની અનોખી પહેલ, 2 દિવસમાં 9 અધિકારીઓ-કર્મચારીઓએ દર્દીઓને કર્યુ પ્લાઝમાં ડોનેટ