Not Set/ અમેરિકામાં ઠંડીનો કેર, અનેક જગ્યાઓ પર માઈનસ ૪૦ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે

અમેરિકા, અમેરિકાના કેટલાક હિસ્સામાં હાલના સમયમાં અભૂતપૂર્વ ઠંડી પડી રહી છે. અનેક જગ્યાઓ પર માઈનસ ૪૦ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. ઠંડીની અસર એટલી હદ સુધી થઈ છે કે નદીઓ, તળાવોમાં બરફ જામી ગયો છે. આ તમામ વિસ્તારો બરફમાં ફેરવાઈ ગયા છે. હિમવર્ષા અને તોફાની વરસાદના પરિણામ સ્વરૂપે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરીય […]

Top Stories World
mantavya 51 અમેરિકામાં ઠંડીનો કેર, અનેક જગ્યાઓ પર માઈનસ ૪૦ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે

અમેરિકા,

અમેરિકાના કેટલાક હિસ્સામાં હાલના સમયમાં અભૂતપૂર્વ ઠંડી પડી રહી છે. અનેક જગ્યાઓ પર માઈનસ ૪૦ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. ઠંડીની અસર એટલી હદ સુધી થઈ છે કે નદીઓ, તળાવોમાં બરફ જામી ગયો છે. આ તમામ વિસ્તારો બરફમાં ફેરવાઈ ગયા છે.

હિમવર્ષા અને તોફાની વરસાદના પરિણામ સ્વરૂપે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરીય ધ્રુવની તરફ ચાલી રહેલા બર્ફિલા ચક્રવાતના કારણે અમેરિકામાં મોટો હિસ્સો બરફમાં ફેરવાઈ જતા લોકો પરેશાન થયેલા છે. દેશના મધ્ય-પશ્ચિમ બરફની ચાદર છવાઈ ગઈ છે. આને પોલાર વોટેંક્સ કહેવામાં આવે છે.

એમ માનવામાં આવે છે કે આના કારણે અમેરિકાના કેટલાક હિસ્સાઓમાં દુનિયાના વિસ્તારોમાં પડી રહેલી ઠંડી કરતા સૌથી વધારે ઠંડી પડી રહી છે. ઘરમાં પાઈપ લાઈનમાં પાણી બરફ થઈ ગયા છે. વોશરૂમમાં પણ બરફની પરત જાવા મળે છે. એટલું જ નહીં ગરમ પાણી કરવાની સ્થિતીમાં સેકન્ડોમાં જ આ પાણી બરફમાં ફેરવાઈ જાય છે.

સોશિયલ મીડિયા પર હવામાનની અભૂતપૂર્વ પરિસ્થિતિના ફોટાઓ જારી કરવામાં આવી રહ્યા છે. ગરમ પાણીને ફેંકતા સેકન્ડમાં જ બરફમાં ફેરવાઈ જાય છે. શીકાગોમાં તાપમાન માઈનસ ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. બરફના આ કહેરને ધ્યાનમાં લઈને ઈમરજન્સી સેવાઓને વધુ સક્રિય કરી દેવામાં આવી છે.

સામાન્ય નાગરિકો માટે પણ સુરક્ષાને લઈને ચેતવણી જારી કરાઈ છે.શિકાગોમાં ટ્રેનના પાટા ઉપર બરફ જામી જતા ટ્રેન સેવાને પણ અસર થઈ છે. ટ્રેક ઉપર ટ્રેનોને યોગ્ય રીતે ચલાવવા માટે આગ સળગાવીને બરફ પીગડાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

અમેરિકાના સૌથી વ્યસ્ત શહેરો પૈકી એક ન્યૂયોર્કમાં હડસન નદીમાં પાણી સંપૂર્ણપણે બરફ થઈ ગયા છે. નદી સંપૂર્ણપણે બરફમાં ફેરવાઈ ગયા છે. પાર્ક અને જાહેર સ્થળો ઉપર ચારે બાજુ બરફ નજરે પડે છે.

લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ સ્કુલ અને કોલેજામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આવનાર દિવસોમાં અમેરિકામાં હાલની સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.

ન્યૂયોર્ક, શિકાગો સહિતના મોટાભાગના વિસ્તારોમાં વહેલીતકે સ્થિતિ નહીં સુધરે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સ્કુલોમાં પણ હાલ રજાનો માહોલ રહેશે. મુખ્ય રસ્તાઓ ઉપરથી બરફને દુર કરવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.