મેગાસિટી કે ભૂવાસિટી...?/ અમદાવાદમાં ભુવા પડવાની વણથંભી વણઝાર, જાણો આ વર્ષે શહેરમાં કેટલા ભુવા પડ્યા

એક મહિનામાં ભૂવાએ સમગ્ર સીટિમાં પોતાની તાદાત વધારી દીધી છે. ઠેર ઠેર ભૂવા ભૂવાને ભૂવા દેખાઈ રહ્યા છે. તો પહેલા વરસાદે ક્યાં, કેટલા અને કેવા ભૂવા પડ્યા આવો જાણીએ..  

Top Stories Ahmedabad Gujarat
Untitled 8 અમદાવાદમાં ભુવા પડવાની વણથંભી વણઝાર, જાણો આ વર્ષે શહેરમાં કેટલા ભુવા પડ્યા

@અનિતા પરમાર

સ્માર્ટસિટીમાં આજે લોકો ભયભિત ભાસી રહ્યા છે.આજે મેગાસિટીમાં ભૂવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે…ભૂવો એટલે તાંત્રીક નહી પણ રસ્તા પર પડતા મસમોટા ખાડાની વાત થઈ રહી છે. શિયાળો હોય ઉનાળો હોય કે તેની ગમતી રૂતુ ચોમાસુ હોય આજે ભૂવો ગમે ત્યારે પ્રકટ થઈ રહ્યો છે. એક મહિનામાં ભૂવાએ સમગ્ર સીટિમાં પોતાની તાદાત વધારી દીધી છે. ઠેર ઠેર ભૂવા ભૂવાને ભૂવા દેખાઈ રહ્યા છે. તો પહેલા વરસાદે ક્યાં, કેટલા અને કેવા ભૂવા પડ્યા આવો જાણીએ..

સ્માર્ટ સીટી અમદાવાદ હવે ભૂવા નગરી તરીકે જાણીતી બન્યું છે કારણ કે અમદાવાદની અંદર રસ્તા પર દર બીજા દિવસે ભુવો પ્રકટ થાય છેશહેરમાં ચોમાસાની શરૂઆતે દર બીજા દિવસે ભુવા પાડવાનો સિલસિલો યથાવત છે ભુવો પડતા આખે આખા રોડ બેસી જતાં દેખાઈ રહ્યા છે. જો આ મહિનાના ભુવાઓની વાત કરીયે તો અમદાવાદના જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં એક જ કિલોમીટરની અંદર ચાર મોટા ભૂવા પડ્યા હતા સામાન્ય રીતે ભૂવા ચોમાસામાં પડતા હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય કોઈપણ સિઝનમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા છે.

આ સિવાય અમદાવાદના નારણપુરા વિસ્તારના વાળીનાથ ચોક BRTS બસ સ્ટેન્ડ પાસે પણ ભુવો પડ્યો હતો અને એક ટ્રક ફસાઈ ગઈ હતી. આજ જગ્યા પર 15 દિવસની અંદર બે વાર ભુવા પડ્યા હતા તથા રોડ સંપૂર્ણ બેસી ગયો હતો.ભૂવાને કારણે ક્યાંક લોકોને ઈજા પહોંચે છે. તો કેટલાક સ્થળે વાહનો પણ ગરકાવ થયા છે. તો કેટલાકના જીવ જતા જતા પણ રહી ગયા છે. આ ઘટનાઓને લઈને અમદાવાદવાસીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.

વધુમાં જો વાત કરીએ તો ફતેવાડી વિસ્તારમાં વિશાળ ભુવો પડતા ભુવામાં ડમ્પર ગરકાવ થઈ ગયુ હતુ.મોડી રાતે જ ક્રેઈનની મદદથી ડમ્પરને ભુવામાંથી બહાર કાઢી લેવામા આવ્યુ હતુ.બીજી તરફ મકતમપુરામા પણ વધુ એક ભુવો પડયો હતો.જેનો સ્થાનિકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો.આજે જાણે અમદાવાદ ખાડનગરી બની ગયું છે તેમ કહી એતો કોઈ નવાઈ નહી.

તાજેતરની જ  જો વાત કરવામાં આવે તો મેમનગર ફાયર સ્ટેશનની સામે વાળી ગલીમાં મસમોટો ભુવો પડ્યો  છે..આ ભુવો એટલો મોટો છે કે કોઈ પણ ટુ વહીલર આમાં સમાઈ શકે સાથે આજુબાજુનો રોડ પણ બેસી ગયો છે.આ ભૂવાના બવંડરમાં ગમે ત્યારે કોીનો ભોગ લોવાય તો નવાઈ નહી. આજે લોકો રસ્તા પર જતા ભયભીત બની રહ્યા છે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આ વર્ષે 70 જેટલા ભુવા પડી ગયા છે. જોવાનું એ રહ્યું કે તંત્ર કરેલા દાવામાં ખરૂ ઉતરે છે કે પછી કાગળ પર કરેલી વાતો પણ ચોમાસામાં ધોવાઈ જશે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત

આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં સારી રિલ્સ માટે કપડા માટે પૈસાની જરૂરિયાત પડતા ચોરીના રવાડે ચઢેલા ચાર ઈસમો ઝડપાયા

આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી