Not Set/ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, જાણો આજે નોંધાયેલા નવા કેસ વિશે

દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે. ત્યારે આજે એટલે કે, ભારતમાં મંગળવારે, 42,015 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

Top Stories India
કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ

દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે. ત્યારે આજે એટલે કે, ભારતમાં બુધવારે, 42,015 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જે પછી દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 3,12,16,337 થઈ ગઈ છે. વળી, કોરોનાથી 3,998 દર્દીઓનાં મૃત્યુ બાદ, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 4,18,480 થઈ ગઈ છે. નવા ચેપગ્રસ્ત દર્દીઓની સરખામણીએ છેલ્લા 24 કલાકમાં રિકવર દર્દીઓની સંખ્યા ઓછી છે.

મોટી રાહત / જલ્દી જ ભારત પાસે હશે દુનિયાની પહેલી DNA વેક્સિન, ચાલી રહ્યો છે ત્રીજા ફેઝનો ટ્રાયલ

બુધવારે ફરી એકવાર ભારતમાં કોરોના સંક્રમણનાં 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 42,015 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે અને ચેપગ્રસ્ત 3,998 લોકો મૃત્યુ પામ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 36,977 લોકો પણ કોરોનાથી ઠીક થયા છે એટલે કે ગઈકાલે 1,040 સક્રિય કેસોમાં વધારો થયો છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા હાલમાં ચાર લાખથી વધુ છે. કુલ 4 લાખ 7 હજાર લોકોને હજી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે. મહામારીની શરૂઆતથી જ 3 કરોડ 12 લાખ 16 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 18 હજાર 480 લોકોનાં મોત નીપજ્યાં છે. સારી વાત એ છે કે, 3 કરોડ 3 લાખ 90 હજાર લોકો પણ ઠીક થયા છે. જણાવી દઇએે કે, છેલ્લા દિવસે 125 દિવસ પછી કોરોના વાયરસનાં સૌથી ઓછા 30 હજાર 93 નવા કેસ નોંધાયા હતા.

ખતરાની ઘંટી / તાજમહેલ કરતા ત્રણ ગણું મોટું ઉલ્કાપિંડ ચાર દિવસ બાદ પૃથ્વીની નજીક થશે પસાર,પૃથ્વી અંત તરફ?

મહારાષ્ટ્રમાં 3,509 લોકોનાં મોતનો બેકલોગ ઉમેરવામાં આવ્યો છે અને 2,479 જૂના કેસોનો ઉમેરો થયો છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ સતત પાંચ ટકાથી નીચે રહ્યો છે. બુધવારે જારી કરાયેલા આંકડા મુજબ, તે 2.09 ટકા છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી દર 2.27 ટકા છે. આ સતત 30 માં દિવસે છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા પોઝિટિવિટી રેટની તુલનામાં 3 ટકાથી ઓછી રહી છે. દેશમાં ટેસ્ટિંગ ક્ષમતા ઝડપથી વધી છે. અત્યાર સુધીમાં 44.91 કરોડનાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત સૌથી વધુ નવા કેસોવાળા રાજ્યોમાં આંધ્રપ્રદેશમાં 2,498, ઓડિશામાં 2,085 કેસ અને તમિળનાડુમાં કોરોનાનાં 1,904 નવા કેસ નોંધાયેલા નોંધાયા છે. મંગળવારે મૃત્યુઆંક પણ ઉંચો છે, જેમાં એકલા મહારાષ્ટ્રમાં 3,656 મોત નોંધાયા છે. તાજેતરમાં ભારતમાં રિકવરી દર 97.36 ટકા છે.