કાર્યવાહી/ અમેરિકાએ અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંકના કુલ 9.5 અબજ ડોલર ફ્રીઝ કર્યા

અમેરિકાએ અફઘાનિસ્તાનને અત્યારે રોકડ સપ્લાય પણ અટકાવી દીધી છે કે દેશના પૈસા તાલિબાનના હાથમાં ન જાય.ફેડરલ રિઝર્વ અને અન્ય અમેરિકી બેંકો દ્વારા પ્રતિબંધિત રોકડ અનામતને તાલિબાનના હાથમાં જતા અટકાવવા માટે યુએસ ટ્રેઝરીએ આ પગલાં લીધા છે.

Top Stories
talibaan 123 અમેરિકાએ અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંકના કુલ 9.5 અબજ ડોલર ફ્રીઝ કર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા કરી લીધા   બાદથી અમેરિકાએ તાલિબાનના હાથમાંથી રોકડ રકમ હાથમાં ના આવે તે માટે  પગલાં લઈ રહ્યું છે. અમેરિકાએ  સેન્ટ્રલ બેંક ઓફ અફઘાનિસ્તાનની સંપત્તિ કુલ 9.5 અબજ ડોલર અથવા 706 અબજ રૂપિયાથી વધુ ફ્રીઝ કરી દીધી છે. એટલું જ નહીં, અમેરિકાએ અફઘાનિસ્તાનને અત્યારે રોકડ સપ્લાય પણ અટકાવી દીધી છે કે દેશના પૈસા તાલિબાનના હાથમાં ન જાય.ફેડરલ રિઝર્વ અને અન્ય અમેરિકી બેંકો દ્વારા પ્રતિબંધિત રોકડ અનામતને તાલિબાનના હાથમાં જતા અટકાવવા માટે યુએસ ટ્રેઝરીએ આ પગલાં લીધા છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બિડેન એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, અમેરિકામાં અફઘાન સરકારની સેન્ટ્રલ બેંકની કોઈ પણ સંપત્તિ તાલિબાનને ઉપલબ્ધ થશે નહીં અને આ મિલકત નાણાં મંત્રાલયની પ્રતિબંધિત યાદીમાં રહેશે.તાલિબાન પર અમેરિકી પ્રતિબંધોનો અર્થ એ છે કે તે હવે કોઈ ભંડોળ મેળવી શકશે નહીં. જોકે નાણાં મંત્રાલયે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, વ્હાઇટ હાઉસે કહ્યું કે  અમે અપેક્ષા રાખતા નથી કે તાલિબાન અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં કબજે કરેલા હથિયારો પરત કરે

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાના રાષ્ટ્રપતિના નિર્ણયનો બચાવ કરતા દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે બાઇડેન નથી ઈચ્છતા કે અમેરિકા યુદ્ધ કરે અને યુદ્ધમાં મરે.
બાઇડેન માને છે કે દેશને તાજિકિસ્તાન અથવા પાકિસ્તાન અથવા ઈરાન પાસે યુએસ લશ્કરી હાજરી જાળવવા માટે યુદ્ધમાં લડવાની અને મરવાની જરૂર નથી.અમેરિકા 31 ઓગસ્ટ સુધીમાં તમામ સૈનિકો પાછા બોલાવવાની યોજના ધરાવે છે. સુલિવાને કહ્યું કે, અમે એ વાત સાથે સંમત નહીં હોઈએ કે અમેરિકન સૈનિકોને તાજિકિસ્તાન પાસે હાજરી જાળવવા માટે પોતાનું જીવન જોખમમાં મૂકવાનું કહેવું વાજબી છે.