સંબોધન/ અમેરિકા રાષ્ટ્રપતિ ફરી એકવાર અફઘાનિસ્તાન મામલે દેશને સંબોધન કરશે

ગત સપ્તાહે કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી હુમલામાં 13 અમેરિકી સૈનિક સહિત 170 લોકો માર્યા ગયા હતા.

Top Stories
jo biden અમેરિકા રાષ્ટ્રપતિ ફરી એકવાર અફઘાનિસ્તાન મામલે દેશને સંબોધન કરશે

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કરી લેતાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે બાઇડેનના નિર્ણયની સખત ટીકા થઇ રહી છે અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડન થોડી વારમાં દેશને સંબોધિત કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે  અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્ય પરત આવ્યા તે અંગે સ્પષ્ટતા કરી શકે છે. આ સાથે  અમેરિકી રાષ્ટ્રપતિ અફઘાનિસ્તાનને લઈને નવી રણનીતિથી સંબંધિત કેટલાંક મુદ્દાઓ પર પણ ખુલાસાઓ કરી શકે છે.

ગત સપ્તાહે કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી હુમલામાં 13 અમેરિકી સૈનિક સહિત 170 લોકો માર્યા ગયા હતા. જે બાદ બાઈડને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ ઘટના પછી બાઈડનની દેશ અને દુનિયામાં ઘણી જ નિંદા થઈ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

રિપોર્ટ મુજબ બાઈડને દેશને અનેક બાબતોથી વાકેફ કરી શકે છે  કે અફઘાનિસ્તાનથી સૈન્ય પરત લેવાના નિર્ણયનો અમલ કેમ કર્યો હતો   જ્યારે પેન્ટાગોને અફઘાનિસ્તાનમાં જંગ સમાપ્તા થવાની જાહેરાત કરી છે તે બાદ બાઈડનની તરફથી વધુ એક નિવેદન જાહેર કરાયું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સૈન્ય પરત લેવાના નિર્ણય જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ અને ગ્રાઉન્ડ પર હાજર કમાન્ડર્સની મંજૂરી બાદ લેવામાં આવ્યો હતો.