ગુજરાત/ રાજ્યમાં આ વર્ષે પણ નહીં યોજાઈ વાઇબ્રન્ટ સમીટ, ગત વર્ષે કોરોના

રાજ્યમાં દર ત્રીજા વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમીટ આ વર્ષે ફરી નહી યોજાઈ. મળતી માહિતી અનુસાર દેશમાં આ વર્ષે G20 સમીટનું આયોજન હોવાથી નિર્ણય લેવામાં આવ્યોં છે.

Gandhinagar Gujarat
વાઇબ્રન્ટ સમીટ

રાજ્યમાં દર ત્રીજા વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમીટ આ વર્ષે ફરી નહી યોજાઈ. મળતી માહિતી અનુસાર દેશમાં આ વર્ષે G20 સમીટનું આયોજન હોવાથી નિર્ણય લેવામાં આવ્યોં છે. ગત્ વખતે કોરોનાના કારણે સમીટની આયોજન કેન્સવ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં દર ત્રીજા વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમીટ આગમી વર્ષે પણ નહીં યોજાય. ગત વર્ષે કોરોના મહામારી ને કારણે વાઇબ્રન્ટ સમીટ યોજવામાં નહોતી આવી .હવે આગામી વર્ષે પણ નહીં યોજાય વાઇબ્રન્ટ સમીટ.

આ સ્થળોની આસપાસના પ્રવાસ, પર્યટન સ્થળો, સ્થાનિક ખાનપાન, વ્યંજન, ઇતિહાસ, પરંપરાગત સંસ્કૃતિનો આનંદ પ્રતિનિધિમંડળો માણી શકે તેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે. મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બનેલા ગુજરાતના ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી સુરત, ધોલેરા SIR જેવા મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટની વિગતો પણ પ્રતિનિધિ મંડળને કરાવાશે.

દર બે વર્ષે યોજાનાર વાઇબ્રન્ટ સમીટમાં અનેક દેશોના રોકાણકારો ભાગ લેતા હોય છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં વાઇબ્રન્ટ સમીટનું મહત્વનું યોગદાન રહેલું છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારે વાઇબ્રન્ટ સમીટની શરૂઆત કરાવી હતી.

આગમી વર્ષે દેશ માં G 20 સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ ભર માં 200 જેટલી બેઠકો યોજાશે. અને રાજ્ય માં 15 જેટલી બેઠકો યોજાશે. 1 બેઠક 3 દિવસ સુધી ચાલશે. જાન્યુવારી થી ઓગસ્ટ સુધી આ G 20 સમીટ ચાલશે. જેની તૈયારીઓ રાજ્ય ના નવી બનેલી સરકારે શપથવિધિ બાદ બીજા જ દિવસ થી શરૂ કરી દીધી છે.

આજે સાંજે મુખ્યમંત્રી તમામ વિભાગના ACS સાથે સમીક્ષા બેઠક કરશે. જે માં કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ, તથા CMO ની ટિમ ઉપસ્થિત રહેશે. જેમાં G 20 સમીટની તૈયારીઓ અંગેની સુચના ઓ પણ આપવામાં આવી શકે છે. G 20 સમીટ નું આયોજન પણ વાઇબ્રન્ટ સમીટ ની જેમ ભવ્ય રહેશે.

આ પણ વાંચો: દેશભરમાં લાખો જનધન ખાતા ડુપ્લીકેટ, હવે મોટી કાર્યવાહીની તૈયારી!

આ પણ વાંચો:તવાંગ પર ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ કેમ થયું, ચીની સેનાએ જણાવ્યું કારણ

આ પણ વાંચો:ભારત જોડો યાત્રાના ફોટા વાયરલ કરવા માટે કોંગ્રેસે ખર્ચ કરે છે દરરોજના 1.25 થી 1.5 લાખ રૂપિયા