vadodra/ વાડી સ્વામિનારાયણના સ્વામી સામેના કેસમાં પિડીતાનું નિવેદન લેવાયું

લુકઆઉટ નોટીસ ઈશ્યુ કરવા માટે હાથ ધરાઈ તજવીજ

Top Stories Gujarat Vadodara
Beginners guide to 43 વાડી સ્વામિનારાયણના સ્વામી સામેના કેસમાં પિડીતાનું નિવેદન લેવાયું

Vadodra  News : વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ લગાવાયો છે. એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી પણ શરૂ કરી છે.

23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે તે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી.

બાદમાં મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી  બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. ડીસીપી પન્ના મોમાયાના સૂચના મુજબ હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવવામાં આવી છે.

દુષ્કર્મના કેસમાં પોલીસે પીડિતાનું વીડિયોગ્રાફી નિવેદન લીધું છે. બનાવ કઇ રીતે બન્યો ? તે સમયે કોણ કોણ હાજર  હતું ? ગૃપ કોલમાં અન્ય કયા સ્વામી હતા ? તે અંગે નિવેદન લેવામાં આવ્યું છે. યુવતીએ અન્ય બે સ્વામી સામે પણ આક્ષેપ કર્યા હોવાથી તે દિશામાં પણ  પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. યુવતીને કોર્ટમાં રજૂ કરી સીઆરપીસી 164 મુજબનું નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવશે.મંદિરના જે રૂમમાં તરૃણીને લઇ જઇ જગત પાવનદાસ સ્વામીએ દુષ્કર્મ આચર્યુ હતું તે રૂમની મુલાકાત પોલીસે પીડિતાને સાથે રાખીને લીધી હતી. પોલીસે એફ.એસ.એલ.ની હાજરીમાં પંચનામુ કર્યુ હતું. જોકે, બનાવ આઠ વર્ષ પહેલાનો હોવાથી પુરાવા મળવાની શક્યતા બહુ નજીવી છે. એફ.એસ.એલ.ની ટીમે લીધેલા નમૂનાના રિપોર્ટ પછી જાણ થશે. પોલીસે પીડિતાનું મેડિકલ ચેક અપ પણ કરાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો