Syed Mushtaq Ali Trophy/ વિદર્ભનાં આ બોલરે 4 બોલમાં 4 વિકેટ લઇને ક્રિકેટ પંડિતોને ચોંકાવી દીધા

કર્ણાટક સામે રમાયેલી સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીની બીજી સેમિફાઇનલ મેચમાં વિદર્ભનાં ઝડપી બોલર દર્શન નાલકાંડેએ 4 બોલમાં 4 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. યુવા

Sports
દર્શન નાલકાંડે

કર્ણાટક સામે રમાયેલી સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીની બીજી સેમિફાઇનલ મેચમાં વિદર્ભનાં ઝડપી બોલર દર્શન નાલકાંડેએ 4 બોલમાં 4 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. યુવા ફાસ્ટ બોલરે તેની ચાર ઓવરનાં સ્પેલમાં 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. SMAT 2021 ની બીજી સેમિફાઇનલમાં, કર્ણાટકની ટીમે પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે, નાલકાંડેનું આકર્ષક બોલિંગ પ્રદર્શન તેની ટીમ માટે પૂરતું ન હતું અને કર્ણાટકે વિદર્ભને 4 રને હરાવી ફાઈનલમાં તમિલનાડુ સાથે પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ હતું.

આ પણ વાંચો – ચીનની ટેનિસ સ્ટાર / પેંગ શુઆઇ ગુમ થતાં સંયુક્ત રાષ્ટ્રે માંગ્યો જવાબ, નેતા પર જાતીય શોષણનો લગાવ્યા હતો આરોપ

દર્શનની ચારેય વિકેટ કર્ણાટકની ઇનિંગની અંતિમ ઓવરમાં પડી હતી. બોલર માટે મેચમાં હેટ્રિક મોટી સિદ્ધિ ગણાય છે, પરંતુ વિદર્ભનાં ફાસ્ટ બોલરે સતત ચાર વિકેટ ઝડપીને સંતોષ માન્યો હતો. પ્રથમ નાલકાંડેએ અનિરુદ્ધ જોશીની વિકેટ લીધી હતી. આ પછી તેણે શરત બીઆર, જે સુચિત અને અભિનવ મનોહરને પોતાનો શિકાર બનાવ્યો. બધા બેટ્સમેનો આવ્યા અને ગયા, પરંતુ મનોહર પ્રભાવશાળી બેટ્સમેન હતો, જેણે 13 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેણે ઓવરનાં ચોથા બોલ પર જગદીશ સુચિતને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. પરંતુ નાલકાંડે આમાં ખુશ થવાનો નહોતો અને તેણે પાંચમા બોલ પર અભિનવ મનોહરને આઉટ કરીને ઈતિહાસ રચી દીધો હતો. નાલકાંડેએ મેચમાં 7.00 ઇકોનોમીથી બોલિંગ કરી હતી. તેણે પોતાના શાનદાર પ્રયાસથી ચોક્કસપણે ભારતીય પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. મેચની વાત કરીએ તો વિદર્ભે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કર્ણાટક માટે ઓપનર રોહન કદમે 56 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેની મદદથી ટીમે 176 રન બનાવ્યા હતા. કદમને તેના પાર્ટનર અને ટીમનાં કેપ્ટન મનીષ પાંડે (54)નો સારો સાથ મળ્યો.

https://twitter.com/CowCorner9/status/1462015458907881475?s=20

આ પણ વાંચો – ધોનીએ મનાવ્યો પત્નીનો જન્મદિવસ / ધોનીએ પત્ની સાક્ષીનો અનોખી રીતે મનાવ્યો ૩૩મો જન્મદિવસ, વાઈરલ થઇ રહ્યો છે વિડીયો

વિદર્ભ તરફથી લલિત યાદવે બે વિકેટ ઝડપી હતી. બાકીની હેડલાઇન્સમાં નાલકાંડેનું વર્ચસ્વ રહ્યુ હતું. વિદર્ભની ટીમ કર્ણાટક દ્વારા મળેલા લક્ષ્યનો પીછો કરી શકી ન હોતી. કેસી કરિઅપ્પાએ બે વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે દર્શન નાલકાંડેને IPL 2021 માટે પંજાબ કિંગ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, પંજાબ કિંગ્સ દ્વારા દર્શનને IPLમાં રમવાની એક પણ તક આપવામાં આવી ન હોતી.