Not Set/ દવાખાનામાં તાળા લાગતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને કરી જાણ, કાર્યવાહી નહિ થવા પર ઉગ્ર આંદોલનની ચિમકી

કચ્છ, કચ્છના રાપરમાં આવેલા રવ મોટી ગામમાં સરકારી દવાખાનુ બંધ થઇ જતા ભારે પરેશાની ઉભી થઇ હતી. આ સરકારી દવાખાનામાં છેલ્લા 10 વર્ષથી તબીબી અધિકારીની જગ્યા ખાલી રહેવા પામી હતી. જેમાં એક ફાર્માસિસ્ટ દ્વારા દાકતરીની સારવાર અપાઈ રહી હતી. પરંતુ આ ફાર્માસિસ્ટને ડેપ્યુટેશન આપી દેવાતા આ દવાખાનાને તાળા લાગી ગયા હતા. હાલ રસીકરણનો કાર્યક્રમ ચાલતો […]

Top Stories Gujarat Others
jhfldkhldhdskjhds દવાખાનામાં તાળા લાગતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને કરી જાણ, કાર્યવાહી નહિ થવા પર ઉગ્ર આંદોલનની ચિમકી

કચ્છ,

કચ્છના રાપરમાં આવેલા રવ મોટી ગામમાં સરકારી દવાખાનુ બંધ થઇ જતા ભારે પરેશાની ઉભી થઇ હતી. આ સરકારી દવાખાનામાં છેલ્લા 10 વર્ષથી તબીબી અધિકારીની જગ્યા ખાલી રહેવા પામી હતી. જેમાં એક ફાર્માસિસ્ટ દ્વારા દાકતરીની સારવાર અપાઈ રહી હતી. પરંતુ આ ફાર્માસિસ્ટને ડેપ્યુટેશન આપી દેવાતા આ દવાખાનાને તાળા લાગી ગયા હતા. હાલ રસીકરણનો કાર્યક્રમ ચાલતો હોઈ અન્ય કોઈ કર્મચારીઓ પણ કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે ધ્યાન આપી શકે તેમ નથી. આથી ગ્રામજનોએ ફાર્માસિસ્ટનું ડેપ્યુટેશન રદ કરવાની માંગણી કરી હતી.

રાપર તાલુકાના રવ મોટી ગામે છેલ્લા 10 વર્ષથી તબીબી અધિકારીની જગ્યા ખાલી છે. ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી રવ મોટીનુ સરકારી દવાખાનુ ફાર્માસિસ્ટ ચલાવે છે. જેઓને પણ અચાનક રવાપર ક્ષેત્ર ખાતે ડેપ્યુટેશન આપી દેવામાં આવતા છેલ્લા 20 દિવસથી દવાખાનાને અલીગઢી તાળા લાગી ગયા છે. દવાખાનાને તાળા લાગી જવા પર દર્દીઓ હાલાકીનો સામનો કરી રહયા છે. જેના કારણોથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

રવ મોટી ગામની વસ્તી પાંચ હજાર(5000)ની છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો આજુબાજુના 10 ગામોના દર્દી માટે આ દવાખાનુ આર્શીવાદ રુપ છે. હાલ રસીકરણનો કાર્યક્રમ ચાલે છે જેના કારણે અન્ય કર્મચારી પણ કામગીરીમા વ્યસ્ત છે. તો ગ્રામલોકોની માંગણી છે કે ડેપ્યુટેશન પર મોકલેલ ફાર્માસીસ્ટનું તાત્કાલીક પણે ડેપ્યુટેશન રદ કરીને પરત રવ મોટી મુકવામા આવે અને તાત્કાલીક ડેપ્યુટેશન રદ જો નહી કરવામા આવે તો ઉગ્ર આંદોલન કરવામા આવશે એવુ ગ્રામજનો જણાવી રહયા છે.

આપણે જણાવી દઈએ કે આ વિશે ગામના લોકો દ્વારા મુખ્યમંત્રી ને પણ પત્ર લખીને જાણ કરવામા આવેલ છે