સોશિયલ મીડિયા/ WhatsApp એ કેન્દ્ર સરકાર પર કર્યો કેસ, જાણો શું છે કારણ?

બુધવારથી અમલમાં આવતા નિયમો પર મુલતવી રાખવાની માંગણી કરતા વોટ્સએપે ભારત સરકાર વિરુદ્ધ કાનૂની ફરિયાદ નોંધાવી છે. સૂત્રોએ આ માહિતી આપી છે.

Top Stories Tech & Auto
ફીચર રોલઆઉટ

બુધવારથી અમલમાં આવતા નિયમો પર મુલતવી રાખવાની માંગણી કરતા વોટ્સએપે ભારત સરકાર વિરુદ્ધ કાનૂની ફરિયાદ નોંધાવી છે. સૂત્રોએ આ માહિતી આપી છે. નિષ્ણાંતો કહે છે કે આ નવા નિયમો કેલિફોર્નિયા સ્થિત ફેસબુકની માલિકીની વ્હોટ્સએપને ગોપનીયતા સુરક્ષા તોડવા દબાણ કરશે.

WhatsApp loses millions of users after terms update | WhatsApp | The Guardian

મોટા સમાચાર / સોશિયલ મીડિયા યુઝર્સ માટે ચિંતાજનક સમાચાર, આજ રાત્રિથી ફેસબુક, ટ્વીટર બંધ થવાની શક્યતા

એક ન્યૂઝ એજન્સીએ આ કેસ સાથે સંકળાયેલા લોકોનાં હવાલાથી કહ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટને કહેવામાં આવ્યું છે કે નવા નિયમોમાંથી એક એ ભારતનાં બંધારણમાં ગોપનીયતા અધિકારોનું ઉલ્લંઘન છે, કારણ કે આ માટે સોશિયલ મીડિયા કંપનીઓને કોઈપણ કન્ટેન્ટ અથવા માહિતી સૌથી પહેલા ક્યાથી બહાર આવી, તેની ઓળખ કરવાની જરૂર હોય છે, જ્યારે અધિકારી તેની માંગ કરે છે. જ્યારે કાયદા દ્વારા વોટ્સએપને ફક્ત તે લોકોનો પર્દાફાશ કરવાની જરૂરી છે કે જેમના પર ખોટા કાર્યનો આરોપ મૂકવામાં આવ્યો છે, કંપની કહે છે કે તે આવું કરી શકશે નહીં. મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાથી, વોટ્સએપ કાયદાને અનુસરવા કહે છે કે તેમાં રીસીવર્સની સાથે-સાથે મેસેજનાં “ઓરિજિનેટર” માટે બ્રેક એન્ક્રિપ્શન હશે.

Phone numbers of WhatsApp Web users reportedly found on Google Search - Technology News

Technology / સસ્તો થયો દુનિયાનો પહેલો 44MP OIS સેલ્ફી કેમેરાવાળો Vivo નો 5G સ્માર્ટફોન

જો કે ન્યૂઝ એજન્સી સ્વતંત્ર રીતે પુષ્ટિ આપી શકી નહીં કે ભારતમાં લગભગ 400 મિલિયન યૂઝર્સ એવા વોટ્સએપે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે, અને ન તો તે કે કોર્ટ દ્વારા તેની સમીક્ષા કરી શકાય છે. કેસની સંવેદનશીલતાને કારણે કેસની જાણકારીવાળા લોકોએ ઓળખવાની ના પાડી દીધી. જોકે, કંપનીનાં પ્રવક્તાએ પણ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી પોલીસ આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્વિટર ઓફિસમાં પહોંચી ત્યારથી કેન્દ્ર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વચ્ચે તણાવ વધ્યો છે. જણાવી દઇએ કે, માઇક્રો બ્લોગિંગ સાઇટએ પ્રમુખ પક્ષનાં પ્રવક્તાઓ અને અન્ય લોકો દ્વારા પોસ્ટને “મેનીપ્યુલેટેડ મીડિયા” તરીકે લેબલ લગાવ્યુ હતુ, જેમાં કહ્યું હતું કે તે નકલી કન્ટેન્ટ હોઈ શકે છે. આ અગાઉ પણ ભારત સરકારે ટ્વિટરને અનેક ટ્વીટ્સ ડિલીટ કરવા જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે કહ્યું કે, આ ટ્વીટ્સથી કોરોના રોગચાળા વિશે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. જો કે, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારે પણ ટ્વીટને ડિલીટ કરી હતી જેમાં તેની ટીકા થઈ હતી. વોટ્સએપે તેના FAQ પેજ પર પણ આ વિશે માહિતી આપી છે. જો કે, કોઈ ખાસ દેશ વિશે લખવાામાં આવ્યુ નથી, પરંતુ વોટ્સએપે આ મામલે ભારત સરકાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વોટ્સએપે કહ્યું છે કે કેટલાક લોકો તેને ‘ટ્રેસેબિલિટી’ કરવા માટે કહી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 22 WhatsApp એ કેન્દ્ર સરકાર પર કર્યો કેસ, જાણો શું છે કારણ?