Crime/ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરેલી અરજી પાછી લેવા મહિલાને મળી ધમકી

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં માયા અરોરા નામના 39 વર્ષીય મહિલાએ ત્રણ ઈસમો સામે ધમકી આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Gujarat
Electionn 45 લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરેલી અરજી પાછી લેવા મહિલાને મળી ધમકી

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં માયા અરોરા નામના 39 વર્ષીય મહિલાએ ત્રણ ઈસમો સામે ધમકી આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરમાં પિતાની જમીન ગેરકાયદે પચાવી પાડવા મામલે મહિલાએ અરજી કરતા આ શખ્સોએ મહિલાનાં ઘરમાં ઘુસીને પોતાની સામે કરેલી અરજી પાછી ખેંચવા માટે દબાણ કર્યુ હતુ. જોકે મહિલાએ અરજી પાછી ખેચવાની ના પાડતા. ત્રણેય ઈસમોએ પોતાની વગ ઉપર સુધી છે, તમે અમારૂ કશુ બગાડી નહી શકો તેમ કહીને જોઈ લેવાની ધમકી આપી હતી.

Crime: શહેરમાં વધુ એક કારના સાયલેન્સર ચોરીની ઘટના, આરોપી પોલીસ પકડથી હજુ પણ દૂર

અમદાવાદનાં ચાંદખેડા ગોલ્ડન વિલા બંગ્લોમાં રહેતા માયાબેન અરોરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 3 ઈસમો સામે નોંધાવેલી ફરિયાદ નોંધાવી છે.. જે ફરિયાદ મુજબ તેમના પિતા રામરતનની ગાંધીનગર જિલ્લાના ભાટ ગામે માલિકીની 60 કરોડની કિંમતની 9,800 વાર એટલે પોણા ત્રણ વીઘા જમીન આવેલી છે. જે જમીન પર વર્ષ 2016 માં સાબરમતીના બળદેવ દેસાઈ, ચંપાબેન દેસાઈ, સાકળચંદ પટેલ તેમજ મનોજભાઈ પંચાલે ગેરકાયદે કબ્જો જમાવી લીધો છે..જેથી મહિલાએ આ મામલે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ અરજી આપી હતી જે અરજી અનુસંધાને અત્યારે ગાંધીનગર એલ.સી.બી ઓફિસમાં તપાસ ચાલી રહી છે.

Crime: ચુડાનાં કરમડની યુવતીનાં ફોટો પાડી કૌટુંબીક ભાઈએ અનૈતિક સંબંધો બાંધ્યા

17 મી ફેબ્રુઆરીના રોજ મહિલા તેઓના માતા-પિતા સાથે ઘરે હતા, તે સમયે સાંજના સાત વાગે માયાબેન અરોરાનાં ઘરે બળદેવ દેસાઈ, મનોજ પંચાલ તેમજ કનુ દેસાઈ નામના ત્રણ ઇસમો આવ્યા હતા. જેઓ સાથે ભાટ ગામની જમીન બાબતે ચર્ચા ચાલતી હતી, તે વખતે મહિલાનો ભાઈ સુનિલ પણ ઘરે આવ્યો અને વાતચીલ ચાલી રહી હતી. તે દરમિયાન ઘરે આવેલા ત્રણેય ઈસમોએ મહિલાને કહ્યું હતું કે “તમે અમારી વિરુદ્ધ ગાંધીનગર ખાતે જે અરજી કરેલ છે તે પરત ખેંચી લો.” જેથી મહિલાએ તેઓની અરજી પરત ખેંચવાની ના પાડતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને મહિલાને કહ્યું હતું કે “અમારી વગ ઉપર સુધી છે તમારું કહી નહીં આવે, જો તમે અરજી પાછી નહીં લો તો પાછળથી તકલીફ પડે તો અમને કંઈ કહેતા નહીં તમને જોઈ લઈશું” તેવી ગર્ભિત ધમકી આપીને ઘરેથી નીકળી ગયા હતા. અને જે બાદ મહિલા ગભરાઈ ગયા હોય તેવી ફરિયાદ કરી ન હતી અને પરિવારના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરીને અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બળદેવ દેસાઈ મનોજ પંચાલ અને કનુ દેસાઇ સામે ફરિયાદ નોંધાઇ છે.

Crime: વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરનાર શખ્સને વેપારીઓએ જ ઝડપી પાડ્યો

આ મામલે ચાંદખેડા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જોવાનું રહ્યુ કે આરોપીઓ પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે. મહત્વનુ છે કે આ કેસમાં આરોપી બળદેવ દેસાઈ એ એસીબીના ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ કલોલનાં નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈનો ભાઈ હોવાનું સામે આવ્યુ છે. એસીબીએ વિરમ દેસાઈ પાસેથી 33.47 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી હતી તેમજ 11 મોંધીદાટ લક્ઝ્યુરીયસ કાર ઉપરાંત 11 દુકાનો, 3 ફ્લેટ, 2 બંગલા , એક ઓફિસ અને 30 બેંક એકાઉન્ટ અન ગાંધીનગરમાં બે પ્લોટ સહિત કરોડોની જમીન મળી આવી હતી. ત્યારે જોવાનું રહ્યુ કે આ કેસમાં વિરમ દેસાઈની સંડોવણી છે કે કેમ.

આ લિંક પર ક્લિક કરી જાણો વિગત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ