Surendranagar/ લીંબડીની મહિલાઓ આ રીતે આત્મનિર્ભર ભારતના સૂત્રને કરી રહી છે સાકાર

લીંબડી તાલુકામાં આવેલ એચડીએફસી બેન્ક ની પાછળ નગરપાલિકા લીબડી સંચાલિત અને મોહરા સંસ્થા દ્વારા એક સિવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે કહેવામાં આવે તો આ ક્લાસના ઈન્સ્ટ્રાકસર એવા મુલતાની અફસાનાબેન સિકંદરભાઈ દ્વારા સારી સિવણની તાલીમ આપવામાં આવી રહી છે

Gujarat Others
a 260 લીંબડીની મહિલાઓ આ રીતે આત્મનિર્ભર ભારતના સૂત્રને કરી રહી છે સાકાર

@સચીન પીઠવા,મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી નગરપાલિકા સંચાલિત તેમજ મોહરા સંસ્થા દ્વારા લીબડી શહેરમાં સીવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા જેમાં 50 મહિલાઓ થી પણ વધારે મહિલાઓ સિવણનો કોર્સ શિખી અને આત્મનિર્ભર બનવા માટે તૈયાર બની છે

લીંબડી તાલુકામાં આવેલ એચડીએફસી બેન્ક ની પાછળ નગરપાલિકા લીબડી સંચાલિત અને મોહરા સંસ્થા દ્વારા એક સિવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે કહેવામાં આવે તો આ ક્લાસના ઈન્સ્ટ્રાકસર એવા મુલતાની અફસાનાબેન સિકંદરભાઈ દ્વારા સારી સિવણની તાલીમ આપવામાં આવી રહી છે જેમાં કહેવામાં આવે તો ડ્રેસ રૂમાલ બ્લાઉઝ ચણીયા થેલી વન પીસ તેમજ અલગ-અલગ પ્રકારના ડ્રેસ થી લઈને દરેક પ્રકારની સીવણ લગતી માહિતી અફસાનાબેન દ્વારા આવનાર બહેનોને તાલીમ આપવામાં આવી રહી છે.

તેમજ આ કોષ છેલ્લા બે મહિનાથી શરૂ થયેલ છે ત્યારે કહેવામા આવે તો આ સીવણ ક્લાસ શીખવા માટે 50 બહેનો આવી રહી છે તેમજ આવી ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે આ મહિલાઓ દ્વારા 2300 થી ઉપરાંત માસ્ક બનાવી અને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ અફસાના બેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સીવણ કોષ શરૂ થતા આવનાર બહેનોને સીવણ કોષને કીટ આપવામાં આવી હતી.

જેમાં સિવણ ને લગતા સાધનો આપવામાં આવ્યા હતા તેમજ આ કોર્સ પૂર્ણ થતાં આવનાર બહેનોને સ્ટાઈપેન 3000 પણ આપવામાં આવશે તેમજ અફસાના બેન તેમજ આવનાર મહિલાઓ દ્વારા પણ જણાવ્યું હતું કે આ સિવણનો કોર્સ શિખી અલગ અલગ પ્રકારની સિવણ તાલીમની કલાકૃતિથી સ્વાવલંબી અને ગુજરાત સરકારના આત્મનિર્ભર સૂત્રને સાકાર કરીશું.

ડિસામાં બે દિવસથી ઘુમ થયેલા યુવકનો મૃતદેહ ટાંકીમાંથી મળતા મચ્યો ખળભળાટ

ચોટીલામાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટિવ કામ કરનારા શિક્ષકોની પડખે સરકાર, અપાયું ખાસ પ્રોત્સાહન

સુરેન્દ્રનગરમાં પીએમ આવાસ યોજનામાંથી નામ કપાતા લોકોમાં રોષની લાગણી

જાફરાબાદમાં માછીમારી કરી રહેલી બોટમાં 300 કિલોની મહાકાય માછલી જાળમાં ફસાઈ

સુરતમાં ફેક કોલ સેન્ટર પર પોલીસે પાડ્યા દરોડા, 35 લોકોની ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો