Gujarat/ રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર, શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન

હવે સોમવારથી શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીની બેઠકમાં વિધાર્થીઓના ભવિષ્યને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Top Stories Gujarat
અફઘાન 7 રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર, શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન

મુખ્યમંત્રી નિવાસ સ્થાને સીએમની અધ્યક્ષતા કોર કમિટી ની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં ઘટતા કોરોના કેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને નવી ગાઈડલાઇન  જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના કેસો ઘટતા રાજ્ય સરકાર દ્વારા વધુ છૂટછાટ આપવામાં આવી છે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. જેને લઈ હવે સોમવારથી શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીની બેઠકમાં વિધાર્થીઓના ભવિષ્યને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  જો કે વિધાર્થીઓએ કોરોનાના નિયમોનું પાલન અનિવાર્યપણે કરવાનું રહેશે.

આ અંગે રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી ને માહિતી આપી હતી.

જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર એમ આઠ મહાનગરો રાતે 12 કલાકથી પરોઢના 5 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં છે. ગત સપ્તાહ અગાઉ રાતે 11 વાગ્યાથી સવારે 6 કલાક સુધી આઠ મહાનગરો ઉપરાંત 19 નાના શહેરોમાં રાત્રિ કરફ્યુ હતો.