Not Set/ દિવાળીના તહેવારમાં નોકરીનો સમય માત્ર 4 કલાક જ રહેશે

અમદાવાદ, વડોદરા મહાનગરપાલિકાની માફક રાજકોટમાં પણ આરોગ્ય કેન્દ્રો સવારે 9 થી લઈ સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે તેવી આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી હતી

Gujarat Rajkot
Untitled 26 દિવાળીના તહેવારમાં નોકરીનો સમય માત્ર 4 કલાક જ રહેશે

રાજયમાં ચ છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહમારી માં ખડે પગે રહેનાર  કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓ કાલે  કોર્પોરેશન જઈને  રજાની  માંગણી   કરી હતી . જેમનો  મ્યુનિ.કમિશનર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આજથી સળંગ પાંચ દિવસ સુધી આરોગ્ય કર્મચારીઓએ માત્ર 4 કલાક જ નોકરી કરવાની રહેશે.  હવે તમામ 21 આરોગ્ય કેન્દ્રોમાં બપોરની 3 કલાકની રીશેષ રદ કરી દેવામાં આવી છે અને આરોગ્ય કેન્દ્ર સળંગ 8 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો ;અનોખી પહેલ / બ્લડ માટે બેંકની જેમ હવે રાજકોટમાં ચામડી માટે શરૂ થઈ સ્કીન બેંક..

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સુરત, અમદાવાદ, વડોદરા મહાનગરપાલિકાની માફક રાજકોટમાં પણ આરોગ્ય કેન્દ્રો સવારે 9 થી લઈ સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે તેવી આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. હાલ આરોગ્ય કેન્દ્રો સવારે 8:30 થી બપોરે 12:30 સુધી ખુલ્લા રહે છે.

આ પણ વાંચો ;રાજકોટ /  ઋષિકેશમાં રાજકોટના પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું

ત્યારબાદ 3 કલાકની રીશેષ રહે અને ફરી બપોરે 3:30 થી સાંજના 6:30 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવે છે. બ્રેકના કારણે આરોગ્ય કર્મીઓનો વધુ સમય વ્યય થાય છે. બપોરબાદ દર્દીનો એટલો ટ્રાફિક રહેતો નથી જેને નજરે રાખી હવે આરોગ્ય કેન્દ્રો સળંગ 8 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો ;રાજકોટ /  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 22મી નવેમ્બરથી પરીક્ષાનો ધમધમાટ શરૂ થઇ જશે